‘maa, i am coming’! માતાની મૌતનો સદમો સહન ન થતા દીકરાએ પણ આત્મહત્યા કરીને જીવન ટુકાવ્યું…બહેન માટે રાખડીના….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દેશભરમાંથી આત્મહત્યાના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે ખુબ જ દુઃખી હોય છે, એવામાં વર્તમાન સમયમાં તો યુવાનોના આત્મહત્યાના બનાવો ખુબ જ વધી ગયા છે, ક્યારેક યુવક કે યુવતી ટેન્શનને લીધે તો ક્યારેક ડીપ્રેશનને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે, પણ હાલ એક અનોખી જ આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં એક દીકરાએ પોતાની માતાના મૃત્યુના આઘાતમાં આત્મહત્યા કરી લીધી છે.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના રાજસ્થાનના પાળી જીલ્લા માંથી સામે આવ્યો છે જ્યાં સેંચુરી ગાર્ડન નજીક રેહતો ૧૯ વર્ષીય યશ અને તેનો પરિવાર રેહતો હતો. જણાવી દઈએ કે યશનો પરિવાર આમ તો મહારાષ્ટ્રના કોલ્હાપૂરમાં રેહતો હતો જ્યાં તેના પિતા રાજેન્દ્રભાઈ ફર્નીચરનું કામ કરતા હતા. એવામાં યશની માતાએ કેન્સર હતું આથી તેઓ જીવન અને મૌત વચ્ચે જજુમી રહ્યા હતા. વર્ષ ૨૦૨૧માં તેઓનું મૃત્યુ થતા યશને ભારે સદમો લાગ્યો હતો.
પિતા રાજેન્દ્રભાઈ પત્નીની યાદ ભુલાવી શકે તે માટે તેઓ પણ પાલી આવી ગયા હતા, એવામાં હેમખેમ રીતે યશે એક વર્ષતો કાઢી નાખ્યું હતું પણ તે એટલો બધો ડીપ્રેશનમાં રેહવા લાગ્યો હતો કે અંતે તેણે જીવન ટુકાવાનું જ સાચ્ચું સમજ્યું. શનિવારના રોજ યશ પોતાના રૂમમાં જ ફાંસીનાં માંચડે ચડી ગયો હતો અને જીવન ટુકાવી લીધું હતું. ઘરમાં હાજર મોટી બહેને જયારે તેના રૂમમાં જઈને જોયું તો યશનો મૃતદેહ પંખા સાથે લટકેલો હતો.
જે પછી આ મોટી બહેને પિતા અને મામાને પૂરી ઘટના વિશે જણાવ્યું હતું અને ત્યારબાદ યશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યશ જતા જતા પણ સુસાઈડ નોટ લખ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે મારી આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી, મારી કોઈ દુનિયા નથી અને સોરી મારી પાસે જેટલા પૈસા છે તે બધા પૈસા અડધા અડધા કરીને બંને બહેનોનો આપી દેવા. યશે ઇનસ્ટાગ્રામ પર પણ લખ્યું હતું કે માં હું તારા વગર અધુરો રહીશ, આ લાઈન પરથી જ આપણને ખબર પડી જાય છે કે યશને માતાના મૃત્યુનું કેટલું દુઃખ થયું હશે.