ગેમ રમવામાં એટલો મશગુલ થયો કે ઉધાર લઈને કર્યો ગેમમાં એટલો ખર્ચ! ગળાફાંસો ખાયને સુસાઇડ નોટ છોડી જેમાં લખ્યું હતું કે….
મિત્રો વતમાન સમયમાં ઓનલાઈન ગેમનો વ્યાપ કેટલો વધી ગયો છે તે આપને સૌ કોઈ જાણીએ જ છીએ. હાલના સમયમાં ઓનલાઈન ગેમના રસ્વૈયા ખુબ વધી ગયા છે તે પછી નાના બાળકો હોય કે મોટા યુવાનો. હાલના સમયમાં પબજી, ફરી ફાયર, તીન પત્તી જેવી ઓનલાઈન ગેમને રમાનારા ખુબ વધી ગયા છે. આવી ગેમમાં લોકો આટલા મશગુલ થતા હોય છે કે તેને પણ નથી ખબર હોતી કે તે શું કરી રહ્યા છે, એવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ ઘટના વિશે જાણીએ.
આ ઘટના ઇન્દોરના ભંવરકુઆની થાના શેત્ર ઇન્દ્રપુરીની છે જ્યાં હોસ્ટેલમાં રેહતા એક યુવાને ઉધારીના દબાણ નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકનું નામ જીતેન્દ્ર છે અને તે ફક્ત ૨૩ વર્ષનો હતો, તે BA નો વિધાર્થી હતો. જીતેન્દ્ર ખરગોનનો રેહવાસી હતો, તેણે આવું ગંભીર પગલું શું કામ ભર્યું તેનું પણ કારણ સામે જ છે.
તમને જણાવી દઈએ કે જીતેન્દ્રને તીન પત્તીની ખુબ ખરાબ લત લાગી ગઈ હતી, તેને તેમ થયું કે તે આ ગેમ રમીને ખુબ પૈસા કમાઈ લેશે અને પોતાની પરીસ્થિતિમાં સુધારો લાવશે પણ એવું ન થયું અને પોતે જ ઉધારીના દબાણમાં આવી હતો. એટલું જ નહી જીતેન્દ્રએ બેંક પાસેથી પણ નાણા ઉધાર લીધા હતા જે બાદ બેંકએ તેની પાસેથી નાણાંની માંગ કરી હતી, ત્યારે તેની પાસે નાણા હતા જ નહી એટલે તેણે આ ખરાબ પગલું ભર્યું હતું. આત્મહત્યા કરતા પેહલા તેણે એક સુસાઇડ નોટ પણ છોડ્યો હતો.
સુ
સાઇડ નોટમાં જીતેન્દ્રએ ખુબ દુખ સાથે જણાવ્યું હતું કે ‘ મને માફ કરી દેજે માં હું બગડી ગયો છુ. મારું મન ન તો ઘર જવાનું કરે છે કે ન તો બીજી કોઈ જગ્યાએ. મને ઘરની પરિસ્થીતી જોઈ શકાતી નથી હવે જાવું તો જાવું ક્યાં! હું મારા પરિવાર અને મિત્રોને ખુબ પ્રેમ કરું છુ, મને પૈસાની લાલચમાં તીન પત્તી રમવાની લત લાગી ગઈ હતી, મને લાગ્યું હતું કે હું ઓનલાઈન ગેમ રમીને પૈસા જીતી લઈશ અને માતા પિતા માટે નવું ઘર અને ગુજારો કરવા માટે થોડી જમીન લઇશ પણ હું પૈસા ન જીતી શક્યો.’
હાલતો આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરુ છે. મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મેકલી દીધું છે અને જીતેન્દ્રના મૃતદેહ પાસે રહેલા સુસાઇડ નોટ અને ફોનને પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તમને વિનંતી છે કે તમારું બાળક જો આવી ગેમ રમતું હોય તો તરત જ અટકાવશો નકર ભવિષ્યમાં તમારું બાળક પણ આવું કરી શકે છે.