આ છે ગુરુ શિષ્ય વચ્ચેનો સબંધ, જયારે શિક્ષકએ શાળામાંથી વિદાઈ લીધી ત્યારે….વિડીયો જોઇને સૌ કોઈ થયું ભાવુક જુઓ વિડીયો

શિક્ષક અને વિદ્યાર્થીનો અનોખો સંબંધ છે. માતા-પિતા પછી શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જેને ભગવાનનો દરજ્જો મળ્યો છે. શિક્ષકો જીવનના દરેક વળાંક પર આપણો માર્ગ સરળ બનાવે છે. આ કારણે વિદ્યાર્થીઓ કેટલાક શિક્ષકો સાથે ખૂબ જ અટેચ થઈ જાય છે. કર્ણાટકની એક સરકારી શાળામાં શિક્ષકના પોતાના વિદ્યાર્થીઓ સાથે લગાવનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં શાળાના વિદ્યાર્થીઓ તેમના શિક્ષક સાથે એટલા જોડાયેલા હતા કે તેમના વિદાય સમારંભમાં બધા જ રડવા લાગ્યા હતા.

અહીં એક શિક્ષકના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ દરેકને ભાવુક કરી દીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ શિક્ષકને ગળે લગાવીને રડી રહ્યા છે.

વિદાય લેનાર શિક્ષકો શાળાના મેદાનમાં પ્રવેશતાની સાથે જ શાળાના વિદ્યાર્થીઓ તેમની સાથે ચોંટી જાય છે અને રડવા લાગે છે. આટલું જ નહીં કેટલીક વિદ્યાર્થિનીઓ શિક્ષકના પગ પણ સ્પર્શે છે, પરંતુ શિક્ષકો તે વિદ્યાર્થિનીઓને રોકવાનો પ્રયાસ કરે છે. શિક્ષકને સન્માન સાથે વિદાય આપવામાં આવી. શીક્ષક સાથે તેના વિદ્યાર્થીઓની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે એટલું જ નહી શિક્ષકએ વિધાર્થીના જીવનમાં એક અલગ જ મહત્વ ધરાવે છે.

મળતી માહિતી મુજબ, આ શિક્ષકની બદલી કરવામાં આવી હતી અને તેમના માટે શાળામાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકોએ માળા અને શાલ પહેરાવીને પૂર્ણ સન્માન સાથે વિદાય આપી હતી. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના પગે પડ્યા અને રડવા લાગ્યા. આ દરમિયાન શિક્ષકે પણ બાળકોની શુભેચ્છાઓ સ્વીકારી અને નમ્રતાથી અભિવાદન કર્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *