આ છે ‘નર્ક નો દરવાજો’! આ મંદીરમાં ગયેલ કોઈ પણ વ્યક્તિનું તરત જ… શું છે આ મંદિરની વાસ્તવિકતા જાણો
દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના વિશે અજીબોગરીબ દાવા કરવામાં આવે છે. આવું જ એક સ્થળ તુર્કીના પ્રાચીન શહેર હીરાપોલિસમાં છે. અહીં એક પ્રાચીન મંદિર છે, જે નર્કનો દરવાજો હોવાનો દાવો કરવામાં આવે છે. આ જગ્યા વિશે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જાય છે તો તેના શબની પણ ખબર નથી પડતી.
તમને જણાવી દઈએ કે તેને નરકનો દરવાજો કહેવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીં રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. સૌથી રહસ્યમય વાત એ છે કે જો કોઈ વ્યક્તિ મંદિરના સંપર્કમાં આવે છે, તો કોઈપણ પ્રાણી મૃત્યુ પામે છે. આ મંદિર વિશે લોકોનું માનવું છે કે ગ્રીક દેવતાના ઝેરીલા શ્વાસને કારણે તમામ મનુષ્ય મૃત્યુ પામે છે. ગ્રીક-રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જશે તો તેનું માથું કાપી નાખવામાં આવશે.
કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્યથી લઈને પશુ-પક્ષીઓ મૃત્યુ પામે છે. અહીં સતત મૃત્યુના કારણે લોકો આ મંદિરના દરવાજાને ‘નર્કનો દરવાજો’ કહે છે. તમને જણાવી દઈએ કે ગ્રીક અને રોમન સમયમાં પણ લોકો મૃત્યુના ડરથી અહીં જવાથી ડરતા હતા. જો કે, લોકોના રહસ્યમય મોતનો ભેદ વૈજ્ઞાનિકોએ ઉકેલી લીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર નીકળી રહ્યો છે, જેના કારણે માણસો અને પશુ-પક્ષીઓ સંપર્કમાં આવતા જ મૃત્યુ પામે છે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ મંદિરની નીચે બનેલી ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે. જ્યાં સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ માત્ર 30 મિનિટમાં વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે, ત્યાં ગુફાની અંદર આ ઝેરી ગેસનું પ્રમાણ 91 ટકા છે.અહીં આવતા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ માર્યા જાય છે.