આખાલાએ મચાવ્યો આતંક! આખલાએ યુવકને પાંચ ફૂટ ઉચ્ચ્યો ઉડાડ્યો અને પછી…વિડીયો જોઈ તમારી પણ આંખો ખુલ્લીની ખુલ્લી રહી જશે
ગુજરાત રાજ્યમાં જ નહી પણ હાલ તો આખા દેશના ખૂણે ખૂણે આખાલાઓએ આતંક મચાવીને રાખ્યો છે. ક્યારેક આવા આખલાઓ લોકોને પણ ભરખી જતા હોય છે. એવામાં હાલ યુટ્યુબનાં માધ્યમથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં આખલાએ એક વ્યક્તિને એવી ઢીક મારી કે તે વ્યક્તિ હવામાં પાંચ ફૂટ જેટલો હવામાં ઉછળ્યો હતો, આ પૂરી ઘટના વિડીયોમાં કેદ થઈ ચુકી હતી.
વાયરલ થયેલો આ વિડીયો ઉત્તરપ્રદેશના બાગપત વિસ્તારનો છે તેવી હાલ જાણકારી મળી છે. વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો પણ રોષે ભરાયા હતા, એટલું જ નહી સ્થાનિકોએ તો પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.લોકોએ આ વિડીયો રાજ્યના મુખ્યમંત્રીને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા પશુઓને આશય સ્થળ કે કોઈ ગૌશાળામાં મુકવામાં આવી રહ્યા નથી.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક આખલો ખુબ જ ગુસ્સે દેખાય રહ્યો છે એવામાં એક વ્યક્તિ રસ્તા પરથી ચાલીને નીકળે છે ત્યાં આ આખલો તે વ્યક્તિને એવી ઢીક મારે છે કે તે યુવક હવામાં પાંચ ફૂટ જેટલો ઉડે છે, સદનસીબે આ વ્યક્તિને કોઈ મોટી ઈજા થતી નથી આથી તે તેની જાતે જ ઉભો થઈને દુકાન પાસે બેઠી જાય છે.
જણાવી દઈએ કે આ આખલાનો શિકાર બનનાર વ્યક્તિનું નામ સંજય વર્મા છે જે એક વેપારી છે. સંજયભાઈને મોઢા, હાથ અને કમરના ભાગ પર સારી એવી ઈજા થઈ હતી. હાલ આ વિડીયો યુટ્યુબના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોયા પછી લોકોમાં પણ ખુબ રોષ ભરાયો હતો જે પછી સ્થાનિકોએ મળીને સ્થાનિક પ્રશાસનને ફરિયાદ કરી હતી.