અજબ પ્રેમ કહાની! યુવતીએ પ્રેમીને પામવા માટે પોતાના પતિને બનાવી દીધો ભાઈ અને દીકરાને ભાણિયો…રાશનકાર્ડથી થયો ખુલાસો
હાલ જો વાત કરવામાં આવે તો હાલ લોકો પોતાના પ્રેમને પામવા માટે કોઈ પણ હદો વટાવી દેતા હોય છે, એવામાં હાલ ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે પતિને ભાઈ બનાવી દીધો હતો સંતાનને ભાણીયો અને સાસુ સસરાને માતા પિતા બનાવી દીધા હતા. આ જાણીને ઘડીક તો પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી પણ રાશનકાર્ડથી યુવતીની પોલ ખુલ્લી ગઈ હતી.
આ પૂરી ઘટના રાજસ્થાનના અલવર જીલ્લાના નીમરાનાં જીલ્લામાંથી સામે આવ્યો છે જ્યાં વિવાહિત મહિલાએ સબંધોની પરિભાષા જ બદલી નાખી હતી. જણાવી દઈએ કે રાજસ્થાનના અલવર જીલ્લાના નીમરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેહતા સુનીલ કુમારના લગ્ન ઉત્તરપ્રદેશ નિવાસી રિયા સાથે થયા હતા. બંને લગ્ન બાદ એક સંતાનના માતા પિતા પણ બન્યા હતા.
પણ એક દિવસે પતિ સુનીલે કુમારે ફરિયાદ લખાવી હતી કે તેની પત્ની રિયા તેના પ્રેમી રવી સાથે ભાગી ગઈ હતી. આ પછી પોલીસ સાસરિયા પક્ષ દ્વારા અને પોલીસ દ્વારા રીયાને શોધ કરવામાં આવતી હતી. જે પછી તેઓને પોલીસને જાણ થઈ કે રિયા નારનૌલમાં તેના પ્રેમી રવી સાથે રહે છે. આથી પતિ સુનીલ કુમાર અને તેનો પરિવાર ત્યાં પોહચી ગયા હતા.
ત્યાં રવીના પરિવારજનો અને રિયાના સાસરિય પક્ષ વચ્ચે ભારે વિવાદ થયો હતો, એટલું જ નહી મારામારી પણ થઈ ચુકી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ આવી પોહચી હતી અને બધાને પોલીસ સ્ટેશન લઇ આવવામાં હતા જ્યાં આખી ઘટના સામે આવી હતી. પૂછતાછમાં રિયાએ એવી કહાની બનાવીને સંભળાવી કે ઘડીક તો પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ચુકી હતી.
રિયાએ તેના પતિ સુનીલ કુમારને ભાઈ કહ્યો હતો જયારે તેના દીકરાને ભાણિયો અને તેના સાસુ સસરાને માતા પિતા ગણાવ્યા હતા જેથી પોલીસને લાગે કે આ રીયાનું મોસાળ પક્ષ છે, પણ રીયાનું આ જુઠાણું ત્યારે સામે આવ્યું છે જ્યારે પતિ સુનીલ કુમારે રાશનકાર્ડ મગાવ્યું. આ રાશનકાર્ડમાં સાફ સાફ રિયાની સામે બહુ લખવામાં આવ્યું હતું આથી રીયાનું આવું જુઠાણું પકડાય ગયું હતું.