યુવતીએ રિસ્ક સાથે ઈશ્ક લડાવ્યો! બેગ લઈને રેલ્વે ટ્રેક પાર કરી રહી હતી ત્યાં અચાનક જ ટ્રેન આવી અને પછી….વિડીયો જોઈ તમે પણ હક્કા બક્કા રહી જશો
આ પેહલો એવો વિડીયો નથી જેમાં કોઈ વ્યક્તિ ટ્રેનને લઈને પોતાનો જીવને જોખમમાં નાખે, આની પેહલા પણ આવા અનેક વિડીયો સામે આવી ચુકેલા છે જેમાં કોઈ વ્યક્તિ ટ્રેન માંથી જલ્દી પ્લેટફોર્મ પર ઉતરવા માટે તો ક્યારેક વેહલા ટ્રેનમાં ચડવા માટે જીવને જોખમમાં મુકતા હોય છે પણ હાલ જે વિડીયો સામે આવ્યો છે તેમાં કઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઇને સૌ કોઈ મોઢામાં આંગળા નાખી ગયું હતું અને એટલું જ નહી સોશિયલ મીડિયા યુઝરોએ તો આ મહિલાને મુર્ખ પણ કહી હતી કારણ કે વિડીયોમાં જે પ્રકારનું તે કૃત્ય કરે છે તે તેમાં તેનો જીવ પણ જઈ શકે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો જોઇને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર ખુબ જોરોશોરોથી વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો ટ્રેનમાંથી પોતાનો સામાન લઈને ઉતરી રહ્યા હોય છે અને રેલ્વે ટ્રેકને વચ્ચેથી જ પસાર થઈ રહ્યા છે, એવામાં અચાનક જ ટ્રેનનો અવાજ આવે છે આથી લોકો ઝડપથી આ રેલ્વે પટરીને પાર કરી લે છે. પણ એક યુવતી પોતાના જીવના જોખમે પેહલા પોતાનો સામાના બીજી બાજુ મુકવા જાય છે.
View this post on Instagram
જે પછી તેને લાગે છે કે કોઈ ટ્રેન આવશે નહી આથી તે ફરી વખત રેલ્વે ટ્રેક ઓળંગવા જાય છે ત્યાં અચાનક જ પુરપાટ ઝડપે ટ્રેન આવી જાય છે જે પછી યુવતીના નસીબ સારા કેહવાય કે તે હેમખેમ રીતે બચી ગઈ નહિતર યુવતીનો જીવ પણ જઈ શકે તેમ હતો. આ વિડીયો જોઇને એક યુઝરે કમેન્ટમાં કહ્યું હતું કે ‘આ મહિલા મૃખ છે સાવ’ જયારે બીજા એક યુઝરે કહ્યું કે ‘મહિલાએ રિસ્ક સાથે ઈશ્ક લડાવ્યો.’