આ પતિની ક્રુરતા તો જુઓ! પતિએ પત્નીને ઝાડ સાથે બાંધીને એવો ઢોર માર માર્યો કે જોઇને તમારું હૈયું કંપી ઉઠશે….

મિત્રો આમ તો હાલ કેહવામાં આવી રહ્યું છે કે ભારત આધુનિક થયું છે પણ હજી એવા ઘણા બધા સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે માનવતાને પણ લજવતા હોય છે. એવામાં હાલ આવો જ એક વિડીયો રાજસ્થાન માંથી સામે આવ્યો છે જ્યાં એક પતિએ પત્નીને ઝાડ સાથે બાંધીને લાકડી વડે ઢોર ઢોર માર માર્યો હતો, આ વિડીયોમાં ફક્ત એક યુવક નહી તેની સાથે ત્રણથી ચાર સાથીદારો પણ હતા.

હાલ આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે અને આ યુવક યુવ્તની ગણતરીના સમયમાં જ ઓળખાણ કરી લીધી છે. આ પૂરી ઘટના રાજસ્થાનના બાંસવાડાની છે. પોલીસ દ્વારા આ પતિ પત્નીની ઓળખ કરી લેવામાં આવી હતી અને પતિ સાથે તેના સાથીદારો સહિતના લોકો વિરુધ ફરિયાદ નોંધીને તેની અટકાયત કરવામાં આવી હતી.

યુવકે આવું કૃત્ય શું કામ કર્યું તેનું પણ એક કારણ સામે આવ્યું છે કે આ યુવતી તેના જુના મિત્ર સાથે પોતાના માસીજીના ઘરે ગઈ હતી, જે પછી માસીજીને બંને વચ્ચે પ્રેમ સબંધ લાગ્યા હતા આથી માસીજીએ યુવતીના પતિને ફોન કરીને આ પૂરી વાત વિશે જણાવી હતી જે પછી પતિ ત્યાં પોહચી ગયો હતો અને પત્નીની સાથે મિત્રને પણ બંધક બનાવી લીધી હતી.

જે પછી પીડિતા અને તેના મિત્ર દેવીલાલને ઝાડ સાથે બાંધીને પતિ મહાવીર કટારા, જેઠ કમલેશ. જેઠાણી સુંકા અને માંમાંજીના છોકરાઓએ ચપ્પલ અને લાકડીથી ઢોર માર માર્યો હતો અને વિડીયો પણ બનાવી લીધો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ રોષે ભરાયા હતા. આરોપી દ્વારા દેવીલાલને બાંધીને પૈસા પણ પડાવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓના લોકેશનને ટ્રેs કરીને આરોપી સુધી પોચ્યા હતા અને તમામની ધરપકડ કરી લીધી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *