રાજકોટ: યુવતીને જાહેર રસ્તા પર ડોનગીરી કરવી ભારે પડી! પોલીસે ગણતરીના સમયમાં જ યુવતીની ધરપકડ કરી લીધી અને…જુઓ વિડીયો

હાલની યુવા પેઢી વિશે વાત કરવામાં આવે તો વધારે પડતા યુવાનો સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા કર્યો કરતા હોય છે જે ગુનાહિત પ્રવૃત્તિમાં આવી જતા હોય છે. એવામાં રાજકોટ શહેરમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયાને લીધેલ કરેલ ગુનાહિત પ્રવૃત્તિના ત્રણથી ચાર કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, એવામાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

યુવતીએ હાથમાં બંધુક લઈને જાહેરમાં ફાયરીંગ કર્યું હતું અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે ફક્ત ગણતરીના સમયમાં જ આ યુવતી અને તેના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પેહલો આવો કિસ્સો નથી આની પેહલા પણ આવો જ એક કિસ્સો આવી ચુક્યો છે જેમાં એક યુવક કારની બેનેટ પર બેઠીને વિડીયો બનાવતો હતો.

આ ગુનાહિત કાર્ય કરનાર યુવતીનું નામ તૃપ્તિ સાવલિયા છે જે તેના પતિ દિલ સાવલિયા સાથે મળીને જાહેર રસ્તા પર બંધુકથી ફાયરીંગ કર્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તૃપ્તિ કારની આગળ ઉભી રહીને હવામાં ફાયરીંગ કરે છે જેનો વિડીયો પણ બનાવામાં આવે છે. વિડીયો ઉતાર્યા પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે જેથી આ વિડીયો ખુબ જ વાયરલ થઈ ગયો હતો.

જે પછી વાયરલ થતા થતા વિડીયો પોલીસ સુધી પોહચી ગયો હતો, આ બાદ પોલીસે વિડીયોને આધારે યુવતીની ઓળખ કરીને તેની અને તેના પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પ્રાથિમક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુગલ શહેરના આલાપ ગ્રીન સીટી નજીક આવેલ કેપિટલ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહે છે.

આ વિડીયો અંગે યુવતીને પૂછતાછ કરવામાં આવી હતી જેમાં યુવતીએ જણાવ્યું હતું કે આ વિડીયો અઢી મહિના જુનો છે અને તેને શહેરમાં આવેલ કાલાવડ રોડ પર આવેલ વીરડા વાજડી ગામ નજીક આ ફાયરીંગ કર્યું હતું. હવે પોલીસ કાયદાકીય પગલા ભરીને આ યુગલ વિરુધ કાર્યવાહી કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *