પ્રેમિકાના બીજે લગ્ન નક્કી થયા તો પ્રેમી બાબાનું રૂપ ધારણ કરીને આવ્યો ઘરે! ગ્રામજનોએ પછી જે પ્રેમીનો હાલ કર્યો…ગ્રામજનો પ્રેમીને સમજી બેઠા ચોર
તમે સાંભળ્યું હશે કે પ્રેમ માટે લોકો સાત સમુન્દર પણ પાર કરી જતા હોય છે. પણ હાલ અમે જે કિસ્સો તમને જણાવના છીએ તેને જાણ્યા બાદ તમને ઘડીક હસવું જ આવી જશે. હા મિત્રો આ કિસ્સામાં એવું થાય છે કે એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા માટે બાબાનું રૂપ ધારણ કરીને ઘરે પોચી જાય છે અને પછી પ્રેમિકાના ઘરમાં જઈને તેની માતાનો હાથ જોઈ તેનું ભવિષ્ય કેહવા લાગે છે.
આવું થતા પ્રેમિકાના પિતાને શક જાય છે જે પછી ગ્રામજનોનો પણ જમાવડો થઈ જાય છે કારણ કે બાબા બનેલો આ પ્રેમી હુલીયાથી એક દમ ચોર જેવો લાગી રહ્યો હતો, આથી ગ્રામજનોએ જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ પ્રેમી ડરને લીધે ભાગવા લાગ્યો હતો, પણ તેમ છતાં તેને પકડી લેવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બનતા પોલીસ પણ હાજર થઈ ચુકી હતી જે પછી તપાસ કરતા સામે આવ્યું હતું કે આ યુવક ચોર નથી પણ પ્રેમી છે.
જણાવી દઈએ કે પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલ આ અનોખી ઘટના ઓડીશાના જાજપુરરોડ નજીક આવેલ ફેરોક્રોમ કોલનીમાં બન્યો હતો જ્યાં પ્રેમીએ આવું કૃત્ય કરતા માર મારવામાં આવ્યો હતો. મુખ્ય વાત તો એ છે કે ગ્રામજનો આ પ્રેમીને ચોર સમજી બેઠા હતા કારણ કે આટલી નાની ઉમરમાં કોઈ વ્યક્તિ કેવી રીતે બાબા બની શકે, આથી આ શકને લીધે યુવકને માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત થઈ હતી અને પ્રેમીને પૂછતાછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે ધોરણ ૧૨માં ભણે છે અને હિમાલયથી આવ્યો છે, આ વાત પોલીસને ખોટી લગતા પોલીસે તેની બેગ ચેક કરી હતી જેમાં અડધો કિલો ચોખા અને પાંચ રૂપિયાના સિક્કા મળી આવ્યા હતા, એટલું જ નહી દાઢી પણ નકલી ચોટાડવામાં આવી હતી. આ પૂરી ઘટના અંગે પોલીસ તપાસ થતા આખો કિસ્સો સામે આવ્યો હતો.