ઘરમાં કામ કરવા આવતા નોકર સાથે માલકિનને પ્રેમ થઈ ગયો! લગ્ન કરવાની વાત આવી તો પરિવારજનો…ફિલ્મી અંદાજે થયો પ્રેમ
મિત્રો આમ તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાતજાતના અને ભાતભાતના અનેક એવા લગ્નો જોયા હશે જેના વિશે જાણ્યા બાદ આપણે પણ ભારે આશ્ચર્યમાં મુકાતા હોઈએ છીએ. પ્રેમની વ્યાખ્યા આપતા લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે કોઈ પણ જગ્યાએ કોઈની પણ સાથે થઈ જતો હોય છે, આ વાત આ યુવતીએ સાબિત કરી બતાવી છે. આ યુવતીએ પોતાના ઘરમાં કામ કરવા આવતા વ્યક્તિ સાથે જ લગ્ન કરી લીધા હતા.
આ લગ્નને જોયા પછી સૌ કોઈ એક જ વિચારમાં ગુમ છે કે આવું કેવી રીતે થયું હશે? એવામાં પોતાની લવસ્ટોરી એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી. તમને જણાવી દઈએ કે આં યુવતીનું નાંમ નાઝિયા છે જે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં રેહતી હતી. નાઝિયાએ જણાવ્યું હતું કે તે ઘરમાં એકલી રેહતી હતી આથી તેને કોઈ વિશ્વાસુ નોકરની જરૂર હતી જે ઘરના કામ કરી શકે.
જે પછી ઘરના કામ કરવા માટે એક વ્યક્તિએ નાઝિયાને સુફિયાનનું નામ આપ્યું કે આવા કાર્યો તે કરી શકે છે, આ બાદ નાઝિયાએ સુફિયાનને કામે રાખ્યો અને ડર મહીને ૧૮ હજાર રૂપિયા વેતન પણ આપતી હતી. એવામાં સુફિયાન રોજ ઘરે આવીને ઘરના તમામ કાર્યો કરતો હતો, આથી રોજ નાઝિયાની નજર તેના પર પડતી અને ધીરે ધીરે નાઝિયાને સુફિયાન ગમવા લાગ્યો.
નાઝિયાને પ્રેમ થઈ ગયો હોવા છતાં તેણે સુફિયાન પ્રત્યેની પોતાની ભાવનાને દિલમાં જ છુપાવી રાખી હતી અને થોડા દિવસ જતાની સાથે જ નાઝિયાએ સામેથી જ સુફિયાનને પ્રપોઝ કરતા કહ્યું ‘કે આઈ લવ યુ’ આ સાંભળ્યા બાદ સુફિયાનને ઘડીક આંચકો લાગ્યો પણ તેને નાઝિયાનું આ પ્રપોઝલ માની લીધું, જે પછી બંનેએ સાથે મળીને લગ્ન કર્યા અને પોતાના નવજીવનની શરુઆત કરી.
નાઝિયાએ સુફિયાનની ખાસિયત જણાવતા કહ્યું કે સુફિયાનની સાદગી અને તેની બોલવા ચાલવાની રીતની સાથો સાથ તેનો સ્વભાવ મને ખુબ પસંદ આવ્યો હતો. હાલ નાઝિયા સુફિયાનને સલમાન ખાન કહે છે તો સુફિયાન નાઝીયાનને કેટરીના કેફ કહીને બોલાવે છે. નાઝિયાએ આગળ જણાવ્યું કે આ લગ્નની વિરુધ ઘણા બધા લોકો હતા પણ તેમની સામે લડીને પણ તેઓએ લગ્ન કર્યા અને હાલ તેઓ સાથે જ રહે છે.