આ ચોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરી લીધું! પર્સ ચોરવા પાછળનું કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો…જાણો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ ચોરી લુટફાંટ અને હત્યાના અનેક એવા ગુનાવો બની રહ્યા છે જેમાં કોઈને કોઈ વખત કોઈ વ્યક્તિનો ભોગ બની જતો હોય છે. પણ હાલ અમે આ લેખના માધ્યમથી એક એવો કિસ્સો જણાવના છીએ જેના વિશે જાણીને તમે પણ ખુબ જ આશ્ચર્યમાં મુકાશો. ચોરે શ્રી નરેન્દ્ર મોદીની ભત્રીજીના પર્સની ચોરી કરી લીધી હતી જે પછી શું થયું તે આગળ જાણો.

જણાવી દઈએ કે ચોરીની આ ઘટના દિલ્હીમાં બની હતી જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતીબેનનું એક ચોર પર્સ ચોરી ગયો હતો, જે પછી આ કિસ્સો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો કે દિલ્હી પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. એવામાં પોલીસે આ ચોરની દિવસ રાત એક કરીને શોધ શરુ કરી હતી કારણ કે વાત પોલીસના માન સન્માન પર આવી ગઈ હતી.

એવામાં દિલ્હી પોલીસે ફક્ત ૨ જ દિવસોમાં આ ચોરની ધરપકડ કરી લીધી હતી, પોલીસનું આવું કાર્ય જોઇને સૌ કોઈએ વખાણ કર્યા હતા અને સામન્ય જનતાને પણ આવી રીતે જ ચુકાદો મળે તેવી માંગ કરી હતી. ધરપકડ કરવામાં આવેલ આ ચોરની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ચોરી કરવા પાછળનું એક ખુબ જ ચોકાવનારું કારણ સામે આવ્યું હતું.

આ બંને ચોરનું નામ અનુક્રમે નોનું અને બાદલ હતું જેને પોલીસ દ્વારા ભારે જહમત બાદ તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ચોરી શા માટે કરી તેનું તેઓએ કારણ જણાવતા કહ્યું કે તેઓને નશાની ભારે એવી લત લાગી ગઈ હતી પણ તેઓ પાસે પૈસા જ હતા નહી આથી ચોરી ચોરી કરી હતી. આ પેહલો આવો કિસ્સો નથી આની પેહલા પણ એવા અનેક કિસ્સોઓ બની ચુકેલા છે જેમાં યુવક કે યુવતી નશાની લતને સંતોષવા માટે ક્યા તો ઘરમાં ક્યા તો બહાર ગુનાહિત પ્રવૃત્તિ કરી બેઠતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *