દિલ દેહલાવી દેતી ઘટના! એમ્બ્યુલન્સની સેવાના અભાવે બાઈક પર જ બાંધીને શબને લઈ જવું પડ્યું….૮૦ કિમી સફર આવી રીતે જ કાપ્યું

મિત્રો એક ખુબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક શબને એમ્બ્યુલન્સના અભાવે એક બાઈક પર બાંધીને લઇ જવામાં આવ્યો હતો, આવી સ્થિતિમાં જ તે શબને લગભગ ૮૦ કિલોમીટર જેટલી સફર કરવામાં આવી હતી. જીલ્લાના મેડીકલ કોલેજની લાપરવાહીને લીધે એક દીકરાને પોતાની માતાના શબને આવી હાલતમાં લઇ જવું પડ્યું હતું.

જણાવી દઈએ કે આ પૂરી ઘટના મધ્યપ્રદેશના શહડોલ જીલ્લાની છે જ્યાં સોમવારને રોજ એક દીકરાએ પોતાની મૃત માતા શબને લાકડી સાથે બાંધીને બાઈક પર જ લઇ ગયા હતા, લગભગ ૮૦ કિમી જેટલું અંતર આવી રીતે જ કાપવામાં આવ્યું હતું. એવામાં આ ઘટનાનો વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પ્રશાસન વિરુધ રોષ વ્યક્ત કર્યો હતો.

મળેલી જાણકારી અનુસાર સામે આવ્યું છે કે મૃતક અનુપપુરના ગોડારું ગામની રેહવાસી છે, એવામાં જયારે આ મહિલાને છાતીમાં દુખાવો આવ્યો હતો ત્યારે તેના દીકરા સુંદર યાદવ તેને મેડીકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડી હતી જ્યાં સારવાર દરમિયાન માતા જયમંત્રીનું મૃત્યુ થયું હતું. આ બાદ દીકરા સુંદર યાદવ દ્વારા આ મેડીકલ કોલેજ પર આરોપ લગાવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતદેહને લઇ જવા માટે કોઈ પ્રબંધ કરવામાં આવ્યો હતો નહી.

હાલ આ ઘટના અંગે કેહવામાં આવી રહ્યું છે કે માં દીકરો પોતાની માતાના શબને લઇ જવા માટે ગુહાર લગાવતો રહ્યો હતો પણ કોઈ વાહન મળ્યું હતું નહી, જયારે સુંદર યાદવ ખાનગી શબ વાહનનું પૂછવા ગયો તો ત્યાં તેને પાંચ હજાર રૂપિયા ચુકવવામાં કેહવામાં આવ્યું હતું. જે પછી નિરાશ થઈને સુંદર ૧૦૦ લાકડીનું એક બંડલ લઇ આવ્યા હતા અને હેમખેમ રીતે માતાના મૃતદેહને બાંધીને લઇ ગયા હતા, એવામાં આ પૂરી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેને જોયા પછી લોકો પણ રોષે ભરાયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *