ગાંધીનગરમાં માથાભારે મહિલાએ વેપારીને તેની જ દુકાનમાં ગાળો અને લાફાની બઘડાચટી બોલાવી! જુઓ આ વિડીયો, હત્યાની ધમકી આપી

હાલ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો આવારા તત્વોનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે, ક્યારેક રાતના સમયમાં આવા લુખ્ખા તત્વો તોડફોડ કરી દેતા હોય છે તો ક્યારેક કોઈ નિર્દોષ દુકાન સાથે મારપીટ કરતા હોય છે. પણ ગાંધીનગરમાંથી એક અનોખો વિડીયો સામે આવ્યો છે જેમાં એક માથાભારે મહિલાએ દુકાનના વેપારીને હત્યાની ધમકી આપી હતી અને સાથો સાથ આ વેપારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

જણાવી દઈએ કે શહેરમાં સેક્ટર ૨૨માં આનંદ વાટિકા સોસાયટીના વિંકેશ વસંતભાઈ શેઠ સેક્ટર ૨૧માં પોતાની રૂપશ્રી સાડી નામની દુકાન ચલાવતા હતા, આ દુકાન પરના ઉપરના માળે જ કમરૂદિનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવતી હતી. કમરૂદિન એક સમયે માથાભારે વ્યક્તિની છાપ ધરાવતો હતો. એવામાં બુધવારના રોજ જ્યારે વિંકેશે ફાલ્ગુની કહ્યું હતું કે તેની દુકાન આગળ દબાણ ન કરવું.

આ વાતને લઈને ફાલ્ગુનીને ગુસ્સે ભરાય હતી અને કહ્યું કે ‘તું મારી દુકાને કેમ આવ્યો હતો?’ આવું કહી કહીને વિંકેશ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ન દેવા જેવી ગાળો દીધી હતી એટલું જ નહી ભરી બજરામાં વિંકેશને ત્રણ લાફા ઝીકી દીધા હતા અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી, આ ધમકીને ધ્યાનમાં રાખીને વિંકેશ ડરી ગયો હતો જે પછી તેણે અંદરથી દુકાનનું શટર બંધ કરી દીધું હતું.

ફાલ્ગુનીની આવી ગુંડાગીરી જોઇને આસપાસ દુકાન ધરાવતા વેપારીઓની પણ આંખો ખુલ્લી ગઈ હતી. ફાલ્ગુની સાથે પછી તેનો પતિ પણ દુકાને આવી પોહચ્યો હતો અને આ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. આ ધમકીથી વિંકેશભાઈ ખુબ જ ડરી ગયા હતા કારણ કે કામરૂદિન ખુબ માથાભારે હતો. આથી વિંકેશભાઈએ સેક્ટર ૨૧માં તેઓની વિરુધ ફરિયાદ નોંધાવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *