24 વર્ષીય આ યુવતી ગર્વથી પોતાની મૂછોને તાવ આપે છે! આ યુવતીને જોઇને લોકો પણ માથું ખંજવાળતા રહી જાય…જુઓ વિડીયો શું કહે છે યુવતી
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલ અનેક એવી યુવતીઓ દુનિયામાં છે જેને હોર્મોનને લીધે ક્યારેક પુરુષો જેવી મૂછ અને દાઢી નીકળી આવતી હોય છે, આ દાઢી મૂછ અમુક યુવતી શ્રાપ સમજે છે તો અમુક યુવતી એક વરદાન સમજે છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ યુવતી વિશે જણાવના છીએ જેને દાઢી મૂછ નીકળી આવી હતી, હવે આ યુવતી લોકો વચ્ચે જાય છે તો કોઈ વિશ્વાસ નથી કરતું કે એક યુવતી છે.
આ યુવતીનો વિડીયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં આ યુવતી પોતાની મૂછોની થોડી પણ શરમ લગાડતી નથી એટલું જ નહી તેને આ નીકળેલી દાઢી અને મૂછથી તે ગર્વ અનુભવે છે અને ખુબ સુરક્ષિત પણ અનુભવે છે. આવા કિસ્સાને લઈને ડોકટરોનું પણ એવું જ કેહવું છે કે યુવતીઓમાં આવી તકલીફ હોર્મોન ડીસઓર્ડરની પરેશાનીના લીધે ઉદ્ભવે છે.
જણાવી દઈએ કે આ યુવતીનું નામ ઈરાજ છે જે પાકિસ્તાનના કરાચીમાં રહે છે. ઈરાજે ફક્ત ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરી ચુકી છે જે પછી લગભગ ૪ વર્ષમાં તેને ચેહરા પર હળવા વાળ આવવા લાગ્યા હતા જે પછી તેણે શેવિંગ કરીને તે વાળ કાઢ્યા તો તેને ધીરે ધીરે જાડી દાઢી આવવા લાગી હતી. તેને મીડીયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે દાદી અને મુછમાં તમને કેવું લાગે છે?
તો ઈરાજે ખુબ સરસ જવાબ આપતા કહ્યું હતું કે હું આમાં સુરક્ષિત અનુભવ કરી રહી છું, જયારે ઈરાજ રસ્તા પર નીકળે છે ત્યારે ઘડીક તો લોકોને તે પુરુષ જ લાગે છે પણ જ્યારે ઈરાજ એક યુવતી છે તેવું કહે ત્યારે સૌ કોઈ માથું પકડી લે છે. આ યુવતી નાનપણથી જ પેન્ટ શર્ટ પેહરી રહી છે. ઈરાજ જણાવે છે કે તે ક્યારેય લગ્ન નહી કરે આ વાતથી તેના માતા પિતા પણ સંમત છે, હાલ તો ઈરાજે આ બાબતે સારવાર લઇ લીધી છે અને મૂછો દાઢી પણ આવતી બંધ થઈ ગઈ છે, તેમ છતાં તેના ચેહરા પર હજી ઘણા વાળ છે.