નડિયાદનો આ ફૂલ જેવો બાળક પીડાઈ રહ્યો છે ગંભીર બીમારથી! એક ઇન્જેક્શન છે ૪ કરોડ રૂપિયાનું…માતા પિતાએ લાચારીમાં માંગી મદદ
મિત્રો હાલ એક નડીયાદ માંથી ખુબ જ હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ૯ વર્ષીય માસુમને એવી બીમારી થઈ છે કે જેના સારવાર માટે ૪ કરોડ રૂપિયા અળગી શકે છે. આવી લાચારીને લઈને માતા પિતાએ લોકોની મદદ માંગી છે. આ બાળકને ચાલવામાં ખુબ જ તકલીફ પડતી હતી, જે પછી ડોક્ટરને બતાવતા ડોકટરે આ DMD(Duchenne Muscular Dystrophy) બીમારીની ઓળખ થઈ હતી. આ બાળક છેલ્લા ચાર વર્ષોથી પીડાઈ રહ્યો છે.
જણાવી દઈએ કે નડીયાદમાં પશ્ચિમ હાઈટ્સ સી બ્લોક ૧૦૨માં રેહતા ઋષિભાઈ મયંકભાઈ બ્રહ્મભટ્ટનો દીકરો માન્ય આ બીમારીથી પીડાઈ રહ્યો છે. ૯ વર્ષીય માન્ય આ બીમારીથી છેલ્લા ૪ વર્ષોથઈ પીડાઈ રહ્યો છે. આ બીમારી વિશે ડોકટરે પણ જણાવ્યું હતું કે ૧૦ લાખ બાળકો માંથી એક બાળકને આવી બીમારી થવા પામે છે. આ બીમારીનો હાલ તો કોઈ ઉપચાર નથી પણ વિદેશના ક્લીનીકમાં ટ્રાયલ શરુ છે, પણ આ એક ઇન્જેક્શનની કિંમત ૪ કરોડ રૂપિયા છે.
ડોકટરે આ બીમારી વિશે વધુમાં જણાવ્યું હતું કે આ બીમારીમાં જન્મથી ત્રણ ચાર વર્ષમાં કમરના નીચેના ભાગના સ્નાયુઓ નબળા પડવા લાગે છે આથી તેઓને કોઈ વસ્તુના ટેકો લઈને ઉભા રેહવામાં પણ ખુબ તકલીફ થવા લાગે છે. આ બીમારી એટલી બધી જટિલ છે કે આખા શરીરમાં આ બીમારીની અસર થવા લાગે છે અને શરીરને સાવ ખોખલું કરી નાખે છે, આથી હદયના સ્નાયુઓ પણ નબળા પડવા લાગે છે.
માન્યના માતા પિતાએ આ દેશની દિલ્હી એમ્સ હોસ્પિટલથી લઈને ઘણા બધા મોટા મોટા ડોકટરોને આ બીમારીના ઈલાજ માટે ધક્કા ખાધા છે પણ બધા ડોકટરો એમ જ કહી રહ્યા છે કે આપણા દેશમાં આ બીમારીની દવા બની જ નથી પણ વિદેશમાં શોધાઈ છે જ્યાં ટ્રાયલ માટેનું એક ઇન્જેક્શન ૪ કરોડ રૂપિયાનું છે, આથી આ લાચાર માતા પિતાએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
માન્યની મદદ માટે તેના પિતા ઋષિભાઈએ એક કેમ્પેઈન શરુ કર્યું હતો જેમાં ફક્ત ૧૩ દિવસમાં ૩ લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું થયું હતું, એટલું જ નહી તેઓએ પત્રકાર પરિષદ કરી કરીને પણ લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી. દુખની વાત તો એ છે કે આ નાના એવા ફૂલ જેવા બાળકને આ બીમારીની જાણ જ નથી, તેને તો ખબર પણ નથી કે તેની સાથે આ શું થઈ રહ્યું છે. માન્ય વારંવાર તેના માતા પિતાને કહે છે કે મારે તમારી સાથે ક્રિકેટ અને પકડદાવ રમવું છે, આ સાંભળીને માતા પિતાની આંખો ભીની થઈ જાય છે.