અમદાવાદ: પિતા ની વાત નુ એવુ માઠું લાગ્યુ કે દિકરા એ આપઘાત કરી લીધો ! અમદાવાદ મા બનેલ….

આપણે સૌ કોઈ જાણે છે કે આજકાલ સમાજમાં આપઘાતના બનાવો વધુ બને છે ત્યારે આજે હાલમાં જ એક બાળકે પોતાના પિતાના ઠપકાને લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખરેખર આ એક ખૂબ જ દુઃખદ વાત કહેવાય કે સંતાનો પોતાના માતા-પિતાની વાતનું ખોટું લગાડીને આવું પગલું ભરી લે છે.હજુ તો હાલમાં જ થોડા દિવસ પહેલા ઉતરાયણના દિવસે એક દીકરીએ પોતાના પિતાના લીધે આત્મહત્યા કરી હતી .

જેમાં વાત માત્ર એટલી હતી કે પિતાએ તેની બહેનપણી સાથે બહાર ફરવા જવાનું ના પાડી હતી અને આ જ વાતનું દુઃખ લગાડીને દીકરી આત્મહત્યા કરી લીધી.ત્યારે આજે ફરી એકવાર એક દીકરાએ પોતાના પિતાને લીધે આત્મહત્યા કરી લીધી, ત્યારે ચાલો આપણે જાણીએ કે આખરે આ પિતાએ એવું તે શું કર્યું હતું કે દીકરા એ પોતાનો જીવ ગુમાવી દીધ

અમદાવાદમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં માતા-પિતા ઉત્તરાખંડ ફરવા ગયા હતા અને આ બાજુ ઘરે રહેલ સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સોમવારે બપોરના સમયે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનને એક કોલ આવ્યો હતો કે નીલ પાટીલ નામના સગીરે ગળેદુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની પોલીસ નિવાસે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી.

આ ઘટનામાં જાણવા મળ્યું કે ,મૃતક સગીર નીલ પાટીલના પિતાએ તેણે પ્રેમમાં નહીં પણ ભણવામાં ધ્યાન આપવા જણાવ્યું હતું જેનું લાગી આવતા સગીરે આ પગલું ભર્યું હતું.નીલ પાટીલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. સાથે જ અભ્યાસ કરતી સગીરા સાથે એક તરફી પ્રેમમાં હતો. જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે,આ સમય અભ્યાસ કરવાનો છે, પ્રેમ કરવાનો નહિ. અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *