જો આ સિક્કાને તમે મામુલી સમજતા હોવ તો જાણી લ્યો આ સિક્કા વિશે! આ સિક્કો તમને કરોડપતિ…જાણો સિક્કાની ખાસિયત
સાધારણ દેખાતા સિક્કાની કિંમત 20 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે અને હવે તે હજારો લોકોમાં વેચાવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સિક્કો કોઈ એક વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ઘણા અલગ-અલગ લોકો તેને ખરીદી શકશે. વાસ્તવમાં, આ સિક્કા પર બ્રિટનના રાજા એડવર્ડ આઠમાનું ચિત્ર છે. તે માત્ર 11 મહિના જ ગાદી પર બેસી શક્યો હતો. તેથી જ સિક્કા મૂલ્યવાન બન્યા છે.
‘ડેઇલી મેઇલ’ના અહેવાલ અનુસાર, આ સિક્કાની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ તાંબાના સિક્કાના 4 હજાર શેર નક્કી કરવામાં આવ્યા છે, જેની કિંમત 5 હજાર રૂપિયાની નજીક હશે. જો કે, તે ફક્ત મર્યાદિત સંખ્યામાં જ ખરીદી શકાય છે. એટલે કે, વ્યક્તિ તેના માત્ર 10 ટકા જ ખરીદી શકશે – લગભગ 400 શેર.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સિક્કો વર્ષ 1937માં લોકોમાં આવવાનો હતો, પરંતુ ત્યારબાદ એડવર્ડ VIII એ અમેરિકામાં રહેતી વિધવા મહિલા વોલિસ સિમ્પસન સાથે લગ્ન કર્યા. આ કારણોસર એડવર્ડ VIII એ 1936 માં સિંહાસન ત્યાગ કર્યો અને તેના કારણે સિક્કો આવી શક્યો નહીં. આ પછી, વર્ષ 1978 માં, આ તાંબાના 50 ‘પેટર્ન’ સિક્કાઓમાંથી એક લગભગ 25 લાખમાં વેચાયો હતો. વર્ષ 2019માં તેની કિંમત વધીને 1 કરોડ 34 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી.
હવે Showpiece.com એ તેનો વીમો મેળવ્યો છે, ત્યારબાદ 8 માર્ચથી સિક્કાનો હિસ્સો વેચવામાં આવશે. Showpiece.comના સહ-સ્થાપક ડેન કાર્ટરે કહ્યું કે આ સિક્કા સાથે એક ઇતિહાસ જોડાયેલો છે, જે લોકોને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે ઘણા લોકો આ સિક્કા વિશે પોતાનો રસ બતાવી રહ્યા છે. જો કે, લોકોને તેની આંશિક માલિકી જ મળશે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં આ સિક્કાની કિંમતમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. નોંધનીય છે કે એડવર્ડ VIII સાથે સંબંધિત ઘણી વસ્તુઓ ખૂબ જ ઊંચી કિંમતે વેચવામાં આવી છે. જાન્યુઆરી 2020 માં, એડવર્ડ VIII ના ચિત્ર સાથેનો સોનાનો ટુકડો 10 કરોડ રૂપિયામાં વેચાયો હતો.