આ દીકરીને જન્મથી જ પગના પંજા નથી! ચાલવા માટે એવો જુગાડ લગાવ્યો કે જોઇને રાજ્યના મુખ્યમંત્રી મદદે આવ્યા…ચાલે ત્યારે લોહી નીકળતું પણ હવે

આમ તો આપણે ઘણા બધા એવા લોકો જોયા હશે જે જન્મથી વિકલાંગ હોવાથી જ પોતાની હિંમત હારી જતા હોય છે, એટલું જ નહી તેઓ એવું જ માની લે છે કે તે બધા લોકોની જેમ સામન્ય રીતે રહી શકતા નથી. પણ આવા લોકો માટે ઉદાહરણ રૂપી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બાળકીને જન્મથી જ પગના પંજા નથી તેમ છતાં આ દીકરી હિંમત હારતી નથી અને ચાલવાની પૂરી કોશિશ કરે છે પણ તેના પગમાંથી લોહી નીકળવા લાગે છે.

આ પૂરો કિસ્સો છતીસગઢના ગરિયાબંદ જીલ્લાના છુરા જનપદ માંથી સામે આવ્યો છે જ્યાં ગીતા નામની આ દીકરી રહે છે જેને પગના પંજા જ નથી. ગીતા એટલા બધા ગરીબ પરિવારથી તાલ્લુક ધરાવે છે કે તેના પગની સારવાર માટે પણ તેઓના માતા પિતા પાસે પૈસા નથી. એવામાં આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગીતાએ પણ હાર ન માની અને તે સતત ચાલવાના પ્રયાસ કરતી જ રેહતી.

જનપદ પંચાયત દ્વારા ગીતાને એક હાથથી ચલાવી શકાય તેવી ટ્રાયસિકલ આપી હતી જેને હાથ વડે પણ ચલાવી શકાય છે, પણ ગીતાએ આ સાઈકલ બીજા દિવ્યાંગ વ્યક્તિને આપી દીધી હતી, ગીતાનું કેહવું છે કે મારી કરતા આ સાઇકલની જરૂરીયાત તે વ્યક્તિને વધારે હતી. આવી માનવતા જોઇને પરિવારજનો પણ ગીતા પર ગર્વ કરતા હતા.

દીકરી ગીતાને બીજા બાળકોની જેમ જ ચાલવું હતું આથી તે રોજ અલગ અલગ જુગાડ વાપરતી એવામાં એક વખત તેણે પગમાં ગ્લાસ પેરી લીધા અને ચાલવાનો પ્રયત્ન કર્યો હતો. પિતા દેવીરામ જ્યારે મજુરી કરીને ઘરે આવ્યા ત્યારે ગીતા તેને દોડીને આવીને ગળે મળી, આ જોઇને ઘડીક તો પિતા દેવીરામ આશ્ચયમાં મુકાયા હતા પણ ગીતાના પગમાં ગ્લાસ જોતા પિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

પગમાં ગ્લાસ પેહરીને ગીતા જમવાનું બનાવથી લઈને વાસણ ધોવા સુધીના તમામ કામો કરતી, એટલું જ નહી પોતાની સહેલી સાથે શાળાએ પણ જતી. એવામાં આ વાત છાપામાં આવતા રાજ્ય સરકાર દ્વારા ગીતાની સારવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, એટલું જ નહી કલેકટરને એવો આદેશ આપવામાં આવ્યો કે ગીતાના પરિવારને આવાસ યોજનાને અંતર્ગત ઘર આપવામાં આવે. હવે ગીતાનો તમામ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા જ ઉઠવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *