વડોદરાની આ દીકરીએ સ્વ.પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું! કોરોનાકાળમાં ગુમાવી દીધા પિતા પણ હિંમત ન હારી અને…જાણો પૂરી વાત
પરિશ્રમ એ જ પારસમણી, મિત્રો આ સૂત્ર સાચ્ચું જ છે કારણ કે જો તમે તમારા નીશ્ચીત ધ્યેયના પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરશો તો તમને પણ તમારું મુકામ હાંસલ થઈ જ જશે. એવામાં હાલ ખુબ સરાહનીય કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીકરીએ પોતાના સ્વ.પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું હતું. વડોદરાની આ દીકરીએ ધોરણ ૧૨માં CBSE બોર્ડમાં સારા ટકા સાથે પાસ કર્યું હતું જેથી તેના પરિવારજનોમાં પણ આનંદનો માહોલ હતો.
જણાવી દઈએ કે શહેરના માંજલપુર વિસ્તારમાં રેહતી શ્રાવણી યેવલાની નામની દીકરીની વાત છે જેમાં તેણે પોતાના પિતાનું સાકાર કર્યું હતું. શ્રાવણીના પિતાનું કોરોનાકાળમાં મૃત્યુ થયું હતું જે પછી તેઓનો પરિવાર નિરાધાર બની ગયો હતો, એટલું જ નહી આ દીકરીની માતા પણ અથાણા અને ફરસાણ વેહચીને ઘર ચલાવતા હતા અને શ્રાવણીને ભણાવતા પણ હતા. આવી સ્થિતિ જોઇને શ્રાવણીએ પણ અભ્યાસમાં મેહનત કરી અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું.
શ્રાવણીએ ધોરણ ૧૨ CBSE બોર્ડમાં ૮૦℅ મેળવ્યા હતા અને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું હતું. આ દીકરી હવે જણાવે છે કે તે આગળ કમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગે છે આથી તે તેનો અભ્યાસ શરુ કરશે અને સાથો સાથ તે JEE માટે પણ તૈયારી કરી રહી છે. આવી મોટી સફળતા પ્રાપ્ત કરતા શ્રાવણીએ જણાવ્યું હતું કે તે દિવસના છ કલાક જેટલો અભ્યાસ કરતી અને વારંવાર રીવીઝન પણ કરતી હતી જેથી કોન્સેપ્ટ ક્લીયર રહે.
શ્રાવણીએ પોતાની આ સફળતાને લીધે આનંદમાં હતી અને સાથો સાથ તે પોતાના પિતા રાહુલભાઈને પણ ખુબ યાદ કરતી હતી. તેણે જણાવ્યું હતું કે રાહુલભાઈ એક એન્જીનીયર હોવાથી તેઓએ ખુબ સપોર્ટ કર્યો હતો પણ તેઓ કોરોનાને લીધે મૃત્યુ પામતા ઘરની આખી જવાબદારી માતાએ લીધી હતી. શ્રાવણીની માતા પણ અભ્યાસની વાતને લઈને ખુબ જ સપોર્ટ કરતી હતી જ્યારે પણ અભ્યાસમાં મુશ્કેલી હોય ત્યારે શ્રાવણી તેની માતાને પૂછી લેતી હતી.
શ્રાવણી હાલ શહેરની ઊર્મિ સ્કુલમાં અભ્યાસ કરતી હતી, શ્રાવણીએ જણાવ્યું કે જ્યારે તેનું ધોરણ ૧૦નું પરિણામ આવ્યું ત્યારે તેના પિતા ખુબ ખુશ હતા અને અત્યારે તો તે અમારી સામે તો નહી પણ અમારી સાથે અમારા દિલમાં જ રહે છે. દીકરીની આવી સફળતા જોઇને માતા પણ ભાવુક થઈ ચુકી હતી.