આણંદનું આ વૃદ્ધ દંપતી પવિત્ર શ્રાવણ માસમાં એવું કાર્ય કરે છે કે જાણીને તમે વખાણ કરતા નહી થાકો! આખો માસ ગરીબોને દૂધ….

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ચુકી છે, એવામાં ભક્તોની ભારે ભીડ ભગવાન શિવના મંદિરમાં જોવા મળી હતી જ્યારે અનેક લોકોએ તો આ પવિત્ર માસ શરુ થતાની સાથે ઘણા પુણ્યના કામો પણ શરુ કરી દીધા છે. એવામાં આ દંપતીએ આ શ્રાવણ માસ નિમિતે એક અલગ જ પહેલ કરી છે જેને જાણીને તમે પણ પ્રસન્ન થઈ જશો.

શ્રાવણ માસની શરુ થતાની સાથે જ શિવ ભક્તો ભગવાન શિવની પૂજા કરવા માટે નીકળી પડતા હોય છે અને મંદિરે જઈને લીટરો દુધનો અભિષેક કરી દેતા હોય છે આથી આ વૃદ્ધ દંપતી શિવ મંદીરમાં વાસણ મુકીને દૂધ ભેગું કરે છે અને પછી ગરીબ બાળકોને આ દૂધનું વિતરણ કરે છે જેથી ગરીબ બાળકોનું પેટ પણ ઠરે અને શિવજીની કૃપા પણ વરસે. જણાવી દઈએ કે છેલ્લા ૨૦ વર્ષોથી આ દંપતી આવું કાર્ય કરે છે જે ખરેખર વખાણને લાયક છે.

જણાવી દઈએ કે આ દંપતીનું નામ વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યા છે જે ભક્તો દ્વારા ભગવાન શિવને ચડાવામાં આવતા દૂધને એકઠું કરીને ગરીબ બાળકો સુધી આ દૂધ પોહચાડે છે અને ગરીબોની આતડી ઠારે છે. આ દંપતીએ કહ્યું હતું કે શિવલિંગ પર ફક્ત એક ચમચી દૂધનો અભિષેક કરીને બાકીનું દૂધ ગરીબ બાળકોને આપવું જોઈએ, એટલું જ નહી આગળ જણાવ્યું હતું કે શિવલિંગ પર તેલ, દૂધ, જળ અને તલ જેવી વસ્તુનો ઓછો ઉપયોગ કરીને ભગવાન શિવના ઝાપ પર બહાર મુકવો જોઈએ.

છેલ્લા ૨૦ વર્ષોથી આ નિવૃત શિક્ષક દંપતી આવું કાર્ય કરી રહ્યા છે, તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ શિવ મંદિરે વાસણ મુકીને દિવસના પચાસ લીટર જેટલું દૂધ એકઠું કરે છે અને પછી આ દુધને આંગણવાડી અને બાલમંદિરના નાના નાના ફૂલ્કાઓને વહેચવામાં આવે છે. સ્મિતાબેને આ દુધના વિતરણ અંગે જણાવ્યું હતું કે જાગનાથ મહાદેવ, જીટોડીયા વૈધનાથ મહાદેવ સહિતના મંદિરો પરથી દૂધનું વિતરણ કરવામાં આવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *