અમદાવાદ: જેલમાં સજા કાપતા કાપતા જ તે આ વ્યક્તિએ પોતાનું જીવન સફળ બનાવી દીધું! જેલમાં 31 જેટલી ડીગ્રી પ્રાપ્ત કરી નવો રેકોર્ડ બનાવ્યો
મિત્રો કેહવામાં આવે છે કે જે વ્યક્તિ આપત્તિને પણ આવકારમાં ફેરવી નાખે છે તે વ્યક્તિ જીવનમાં કઈ પણ કરી શકે છે. એવામાં ખુબ રસપ્રદ બનાવ સામે આવ્યો છે જેમાં આ વ્યક્તિ પોતાને થયેલી 10 વર્ષની સજાને નવજીવનમાં પરીવર્તિત કરી નાખતા લોકો પણ ચોકી ગયા હતા એટલું જ નહી એશિયા બુક of રેકોર્ડસ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ આ વ્યક્તિની નોધ લેવામાં આવી હતી.
આ કારનામો કરનાર વ્યક્તિનું નામ ડો.ભાનુભાઈ પટેલ છે. ભાનુભાઈએ જેલની અંદર ૮ વર્ષ વિતાવીને જેલમાં જ તે 31 જેટલી ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી અને જેલમાંથી છુટ્યા પછી તેઓએ 23 જેટલી ડીગ્રીઓ મેળવીને કુલ 54 જેટલી ડીગ્રીઓ હાંસલ કરીને પોતાનું જીવન સુધારી નાખ્યું હતું. ભાનુભાઈ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં એક સલાહકાર પણ રહી ચુક્યા છે.
ડો.ભાનુભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે ‘મારું જીવન પરિવર્તન કરનાર અને જ્યાં મેં 8 વર્ષ 3 માસ અને 26 દિવસો વિતાવ્યા છે એ અમદાવાદ મધ્યસ્થ જેલને અર્પણ.’ ભાનુભાઈ હાલ પોતાના જીવન પર એક પુસ્તક લખવાની પણ ઈચ્છા ધરાવે છે જેથી બધા કેદીઓને, વિધાર્થીઓને જીવનમાં એક પ્રેરણા મળી શકે. પુસ્તક લખવા માટે તેઓને ગુજરાત જેલના વડા પી.સી.ઠાકુરે તેને પ્રેરણા આપી હતી.
જણાવી દઈએ કે ભાનુભાઈએ MBA, Bcom, Mcom, PGD ઇન ઇન્ટરનેશનલ બીઝનેસ ઓપરેશન, PGD ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીપ્લોમાં ઇન કોમ્પુટર એપ્લીકેશન, ડીપ્લોમાં ઇન ઈન્સ્યોરન્સ, ડીપ્લોમાં ઇન એડવાન્સ એકાઉન્ટ, સર્ટીફીકેટ ઇન ટીચિંગ ઓફ ઈંગ્લીશ, સર્ટીફીકેટ ઇન ટુરીઝમ મેનેજમેન્ટ જેવી અનેક ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી, તેઓએ ત્રણ ભાષામાં કુલ નવ પુસ્તો લખ્યા હતા. જેમાં જેલના સળિયા પાછળની સિદ્ધિ, મારી જેલયાત્રા એક અતુલ્ય સિદ્ધિ અને શિક્ષણમાં સફળતાની ચાવી આ ત્રણ પુસ્તકો હિન્દી અને ઈંગ્લીશ આવૃત્તિમાં લખ્યા હતા.