વાહ શું કારીગરી છે આ વ્યક્તિની! બે વર્ષની મેહનતે લાકડા માંથી એવું બુલેટ તૈયાર કર્યું કે તસ્વીરો જોઇને તમને લાગશે નહી કે તે લાકડાનું છે…જુઓ વિડીયો
મિત્રો કેહવામાં આવે છે ને કે ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી. આ વાત સાવ સાચ્ચી છે કારણ કે આપણા દેશમાં અનેક એવા વ્યક્તિઓ છે જે પોતાની આવડત અને કળા દ્વારા ઘણી બધી એવી વસ્તુઓ બનાવે છે જેને જોયા પછી સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાય જતું હોય છે. એવામાં આ કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરળના આ યુવાને લાકડા માંથી એવી બુલેટ તૈયાર કરીકે જોઇને સૌ કોઈને તે અસલી જ લાગી રહી હતી.
આમ તો આપણે જોયું હશે કે બધા લોકો લાકડી માંથી અનેક અનેક પ્રકારના ફર્નીચર અને એવી સારી વસ્તુઓ બનાવતા હોય છે જે ખુબ જ અદભુત હોય છે, પણ આ વ્યક્તિએ બે વર્ષની ભારે મેહનત બાદ આ બુલેટ તૈયાર કરીને સૌ કોઈને ચોકાવી જ દીધા હતા. આ વ્યક્તિએ બનાવેલી લાકડાની બુલેટની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
આ વ્યક્તિનું નામ જીદહીન કરુંલઈ છે જે એક ઇલેક્ટ્રિશ્યન તરીકે કાર્ય કરે છે અને સાથો સાથ કોઈ કળા સાથે જોડાયેલ કાર્યો પણ કરે છે. એવામાં આ યુવાને પોતાના 24 મહિનાં રાત દિવસ એક કરીને આ શાનદાર લાકડીનું બુલેટ તૈયાર કર્યું હતું, જેનું સારું એવું પરિણામ પણ તેને મળી ગયું હતું, હાલ યુટ્યુબ પર જીદહીનનો આ બુલેટનો વિડીયો ફરતો થયો છે.
આ વિડીયો અને લાકડીની બનેલી બુલેટની તસ્વીરો અને વિડીયો જોઇને સૌ કોઈ હક્કા બક્કા જ રહી ગયું હતું અને આ યુવકના ટેલેન્ટના વખાણ કરવા લાગ્યા હતા. યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બુલેટના ટાયર તૈયાર કરવા માટે મલેશિયાઈ લાકડીનો ઉપયોગ કર્યો હતો જયારે બુલેટના બીજા ભાગોને તૈયાર કરવા માટે રોજવુડ અને ટીકા વુડનો ઉપયોગ કર્યો હતો. જીદહિલે જણાવ્યું હતું કે આ પેહલી વખત નથી આની પેહલા પણ તેણે લાકડી માંથી બુલેટ બનાવાની કોશિશ કરી હતી.