જે અમેરીકા મા કોઈ ના કરી શક્યુ એ બે ગુજરતી ભાઈઓ એ કરી બતાવ્યું! સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામના
આજના સમયમાં અનેક એવા ગીનીશ રેકોર્ડ બનતા હોય છે, જવા ક્યારેક ખૂબ જ ચોંકાવી દેનાર હોય છે. હાલમાં જ જે અમેરીકા મા કોઈ ના કરી શક્યુ એ બે ગુજરતી ભાઈઓ એ કરી બતાવ્યું!સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામના બે ભાઈઓ એ જે કરી બતાવ્યું એ કોઈ વ્યક્તિ કરી શકતું ન હતું. આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતી ક્યારેય પાછો ના ફરે. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ જણાવીએ.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખિયાણા ગામના બે ભાઇએ એવિએશનક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો.અમેરિકાના મિયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે ‘પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ’ નામના આ ક્રાંતિકારી પ્રયોગની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. તેમની આ શોધની એન્ટ્રી ગિનેસ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દીકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સિટી ખાતે કેપ્ટન છે, જ્યારે તેમનો નાનો દીકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમાન પાર્કિંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી એક કલાક સુધી વિમાન ચલાવ્યું હતું.
તેમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. તેમની આ ફ્લાઇટનું ચારેબાજુ મૂકવામાં આવેલા કેમેરા દ્વારા નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું હતું.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવરી અને માની ન શકાય એવી છે પરંતુ આ ઘટના ખૂબ જ સરહાનીય છે.