બનાસકાંઠામાં ગૌ શાળામાંથી બનાવામાં આવ્યું કરોના સારવાર કેન્દ્ર! અહી આયુર્વેદીક રીતે સારવાર આપવામાં આવે છે અને…જાણો પૂરી વાત વિશે
ભારતમાં કોરોના વાયરસના કેસનો કહેર તેની ટોચ પર છે. સંક્રમણની બેકાબૂ ગતિ અટકવાનું નામ નથી લઈ રહ્યો. લોકોને ચેપથી બચાવવા માટે સરકાર કોરોના રસીકરણને પણ વેગ આપી રહી છે. કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક ગૌશાળામાં કોવિડ સેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરમાં ઘણા દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આ કોવિડ સેન્ટર બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ગામમાં બનાવવામાં આવ્યું છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની મફતમાં સારવાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં કોરોના દર્દીઓની સારવાર આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવી રહી છે અને આ નામ પણ આયુર્વેદ પ્રમાણે આપવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરનું નામ વેદલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર છે.
આ કેન્દ્રમાં બે આયુર્વેદ અને બે MBBS ડોક્ટર કોરોના સંક્રમિત દર્દીઓની સંભાળ રાખવા માટે હાજર છે. કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે અહીં આવતા દર્દીઓની આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે જેમાં દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી બનેલી દવાઓ દર્દીઓને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, દર્દીઓને જો જરૂરી જણાય તો એમબીબીએસ ડોકટરો દ્વારા પણ જોવામાં આવે છે અને જરૂર જણાય તો પીડિતોને અંગ્રેજી દવાઓ પણ આપવામાં આવે છે.
નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનામાં, રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલાક NGOને ક્વોરેન્ટાઇન સેન્ટર અને કોવિડ સેન્ટર ખોલવાની મંજૂરી આપી હતી. અગાઉ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10, 320 કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જેમાં એક લાખથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.