ફેરા ફરતા પહેલા કન્યા ઢળી પડી, જ્યાં ડોલી ઉઠવાની હતી ત્યાં અર્થી ઉઠી ! આખુ ગામ હિબકે ચડયું….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને એક પવિત્ર પ્રસંગ માનવામાં આવે છે અને લોકો લગ્નને એક મોટા તહેવાર ની જેમ ઉજવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા મહત્વના હોઇ છે. તેવામાં લગ્ન માટે ની વિવિધ ખરીદીઓ ની શરૂઆત લગ્ન પહેલા જ થઇ જાય છે. લગ્નના કારણે ફક્ત બે વ્યક્તિઓ જ નહિ પરંતુ બે પરિવાર સાથે જોડાઈ છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને લઈને આ બંને પરિવારોમાં ઘણો ઉત્સાહનો માહોલ છવાયેલો હોય છે.
અને તેમાં પણ જેમ જેમ લગ્ન નજીક આવતા જાય છે, તેમ તેમ આ ઉત્સાહ વધુ ને વધુ વધતો જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્નમાં અનેક વિધિઓ હોઈ છે. અને પરિવાર તથા સગા સંબંધીઓ પણ લગ્નમાં હાજર હોઈ છે જેના કારણે લગ્નની મજા વધી જાય છે, તેવામાં જો આવા સુખદ બનાવ માં જો કોઈનું મૃત્યુ થાય તો ? જો આવા પસંગમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને લીધે પુરા પરિવારમાં શોકનું મોજું ફરી વળે છે, પરંતુ લગ્નમાં જો કન્યા જ મૃત્યુ પામે તો ? આ બાબત અંગે વિચારતા પણ ડર લાગે છે.
પરંતુ આવો બનાવ વાસ્તવમાં થતો જોવા મળ્યો છે કે જ્યાં એક કન્યા કે જેની લગ્નની ડોલી ઉઠવાની હતી અને કે જે પોતાના સાસરે જઈને નવા જીવનની શરૂઆત કરવાની હતી. પરંતુ એકા એક થયું એવું કે લગ્ન પહેલા જ કન્યાએ દેહ છોડી દીધો અને નવું જીવન જીવવા ની શરૂઆત કરનાર આ કન્યાના જીવનનો જ અંત આવી ગયો. મિત્રો આ દુઃખદ બનાવ અંગે ની વિગતો આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે આ બનાવ પંચમહાલ માં આવેલા ધોધંબા તાલુકામાં સર્જાયો છે કે જ્યાં લગ્ન પહેલા જ કન્યા મૃત્યુ પામી છે. તમને જણાવી દઈએ કે આ કન્યા નું નામ વંદનાબા કુંવરબા હતું તેઓ ધોધંબા ના કંકોડાકોઈ ગામના રહેવાસી હતા. પુરા પરિવારમાં હરખનો માહોલ હતો. કારણકે વંદનાબા કુંવરબા ના લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો એવામાં પરિવાર લગ્નની તૈયારીઓ માં વ્યસ્ત હતો.
તેવામાં વંદનાબા કુંવરબા ના લગ્નને લઈને અમુક રિવાજો પુરા થઇ ગયા હતા પણ જયારે તેમની હસ્તમેળાપ ની વિધિ શરૂ થવાની હતી કે તે પહેલા જ વંદનાબા કુંવરબા ઢળી પડ્યા જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડોક્ટરનું કેહવું છે કે લો બીપીના કારણે આ કન્યાનું મૃત્યુ થયું હતું, આ વાત સાંભળીને બને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને આનંદનો અવસર શોક સભામાં ફેરવાય ગયો.