ઉત્તરપ્રદેશમાં કુવા પર બનાવામાં આવેલ સ્લેપ તૂટતા ૨૨ લોકો તેમાં ખાબક્યા! તેમાં આ યુવતીએ પોતનો જીવ આપીને પાંચ લોકોનો….જાણો આ પૂરી ઘટના વિશે
આ હટના ઉત્તરપ્રદેશના કુશીનગર જીલ્લાની છે જ્યાં એક ગંભીર ઘટના બની હતી જેમાં આ યુવતીએ પોતાનો જીવને દાવ પર મુકીને ઘણા બધા લોકોની મદદ કરી હતી, બધા લોકો મદદ માટે આ યુવતીનું જ નામ લઈ રહ્યા હતા. આ યુવતીનું નામ પૂજા યાદવ છે જે રીયલ લાઈફ હીરો બની ગઈ છે પણ પોતાના જીવથી હાથ ધોય બેઠી છે.
આ ઘટનામાં કઈક એવું બને છે કે નૌ રંગીયા ગામમાં સ્કુલ ટોળામાં એક કાર્યક્રમ હતો જે દરમિયાન મહિલાઓ અને નાની બાળકીઓ કુવા પરના સ્લેબ પર ઉભેલી હતી, હજી પુરુષો દ્વારા જમવાની તૈયારી જ કરવામાં આવતી હતી ત્યાં અચાનક જ કુવા પરનો આ સ્લેબ તૂટી પડ્યો અને ૨૨ એ ૨૨ મહિલાઓ કુવામાં જઈ પડી, આ ઘટના સ્થળે ઉભેલ તમામ લોકો મદદ માટે રાડારાડ કરવા લાગ્યા હતા.
ત્યાં થોડાક સમય બાદ અમુક યુવાનો દોરડા દ્વારા લોકોને બહાર કાઢી રહ્યા હતા જયારે અમુક લોકો સાડી દ્વારા મહિલાઓને બહાર કાઢી રહ્યા હતા. લોકોએ લગભગ ૯ ટેન્કર જેટલું પાણી બહાર કાઢીને લાશોને કાઢવાનું શરુ કર્યું. આ ઘટનામાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે પૂજા પર બધા લોકોને બચવાનું ભૂત સવાર હતું તે કોઈનું સાંભળવા તૈયાર ન હતી. આ ડૂબનારી મહિલાઓમાં પૂજાની માં પણ હતી જેને પૂજાએ સુરક્ષિત રીતે બચાવી લીધી હતી.
જ્યાં જોવો ત્યાં લોકો પૂજા પાસેથી જ મદદની માંગ કરી રહ્યા હતા. પૂજાએ પોતાનો જીવ દાવ પર મુકીને પાંચ લોકોનો જીવ બચાવ્યો હતો પણ જ્યારે તે છઠ્ઠા વ્યક્તિને બચાવા ગઈ ત્યારે જ તેને પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને પાણીમાં ડૂબી ગઈ અને મૃત્યુ પામી. જાણવા મળ્યું છે કે આ ઘટનામાં ૧૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
પૂજાની હાવી હિમ્મત અને પરાક્રમ જોઇને સૌ કોઈ તેની વાહ વાહ કરી રહ્યું છે. પૂજા મહાવિધાલયમાં બીજા સેમની વિધાર્થીની હતી તેની સાથે જ તેનો ભાઈ ઉત્કર્ષ પણ તેની સાથે અભ્યાસ કરતો હતો. પુજાના પિતા બલવંત યાદવ દિલ્લીમાં સેનામાં હતા. પૂજાએ વગર વર્ધીએ એક સૈનિક જેવું કાર્ય કર્યું.