તાપી: પિતા દ્વારા કહેલી સાવ નાની એવી વાત આ યુવાનને લાગી આવી તો નદીમાં કુદી આત્મહત્યા…કારણ છે ખુબ ચોકાવનારું
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં રોજબરોજની અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ ક્યારેક દંગ જ રહી જતા હોઈએ છીએ. અમુક વખત પૈસાની કમનીને લીધે તો અમુક વખત માનસિક રોગ કે ડીપ્રેશનને લીધે હાલ યુવકો આત્મહત્યા કરતા થયા છે. એટલું જ નહી હવે તો નાના નાના બાળકો પણ આત્મહત્યા કરી રહ્યા છે.
એવામાં હાલ તાપીમાંથી ખુબ અનોખી ઘટના સામે આવી છે જેમાં આ ૧૯ વર્ષીય યુવકને પિતાની સાવ નાની એવી વાત લાગી ગઈ હતી આથી તેણે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. પિતાને તો ખબર પણ ન હતી કે તેની સાવ આવી સામન્ય વાતથી દીકરાને એટલુ બધું ખોટું લાગી જશે.
જણાવી દઈએ કે તાપીના કુકરમુંડા તાલુકાના બીભોર ગામમાં રેહતા સ્ન્દીપ્ભાઈ પ્રકાશભાઈ પાટીલે(ઉ.વ.૧૯) તાપી નદીમાં કુદીને મૌતને વ્હાલું કર્યું હતું. ૧૭ જુલાઈના રોજ પિતાએ મૃતક સંદીપને ઘોડાને હાયવે પર લઇ જવાની નાં પાડી હતી, આ વાત સંદીપને દિલ પર લાગી આવતા તે ઘરેથી ગુસ્સામાં બાઈક લઈને નીકળી ગયો હતો જે પછી તે તાપી નદીના પુલ પરથી મૌતની છલાંગ લગાવી દીધી હતી.
જે પછી સંદીપનો મૃતદેહ આશ્રવા ગામની સીમથી પસાર થતી તાપી નદીમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ જોઇને માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા કારણ કે તેઓને ખબર જ ન હતી કે તેઓની આવી નાની એવી વાત દીકરાને આટલી બધી લાગી આવશે. પિતાએ આ ઘટનાને લીધે નિઝર પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી જે પછી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.