ત્રણ સગી બહેનોએ એક જ ઝાડ પર ફાંસીનો ફંદે લટકીને આત્મહત્યા કરી લીધી! તપાસમાં એવું કારણ સામે આવ્યું કે…..
મિત્રો હાલના સમયમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહી પણ આખા દેશમાં આત્મહત્યાના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. એવામાં હાલ ખુબ જ ચોકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં ત્રણ બહેનો એક જ ઝાડ પર ફાંસીનાં ફંદે ચડીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ ભારે દોડધામ મચી ગઈ હતી.
ત્રણ બહેનો આત્મહત્યાની આ પૂરી ઘટના મધ્યપ્રદેશના ખંડવામાથી સામે આવી છે જ્યાં ત્રણ બહેનો એક સાથે એક જ ઝાડ પર આત્મહત્યા કરી લેતા ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જે પછી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પૂરી ઘટનાની તપાસ કરીને ત્રણેયના મૃતદેહને ખંડવા જીલ્લાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય મૃતક ખંડવા જીલ્લાના જવર વિસ્તારમાં આવેલ કોઠાઘાટ ગામમાં તેના ભાઈ અને તેની માતા સાથે રેહતી હતી. એટલું જ નહી પોલીસે મૃતકના ભાઈને પૂછતાછ કરી હતી જેમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તેઓ આઠ ભારુ હતા. એવામાં મંગળવારના રોજ સાનું(ઉ.વ.૨૩), સાવિત્રી(ઉ.વ.૨૦) અને લલીતા(ઉ.વ.૧૯) બધાની સાથે જ રાત્રે ભોજન કર્યું હતું.
જે પછી મોડી રાત થતા ત્રણેય બહેનો બહાર આવી હતી અને બહારથી ઘરને તાળું લગાવી દીધું હતું, જે પછી માતાની આંખ ખુલ્લી જતા તેણે બારીમાં જોયું તો ત્રણેય બહેનોના મૃતદેહ લીંબડે લટકતા જોવા મળ્યા હતા. મૃતકના ભાઈએ આગળ જણાવ્યું કે તેની કોઈ વ્યક્તિ સાથે દુશ્મની ન હતી.
આ ત્રણ મૃતક બહેનોમાં સાનું હજી કોલેજ અભ્યાસ કરતી હતી, સાવિત્રી વિવાહિત હતી અને લલીતા સૌથી નાની હતી. હાલ પોલીસ આ પૂરી ઘટનાની તપાસે લાગી ગઈ છે અને આત્મહત્યા કરવાનું કારણ શું છે તેની તપાસમાં લાગી ચુકી છે. હાલ ઘરમાંથી કે કોઈ બીજી જગ્યાએથી પણ સુસાઈડ નોટ મળ્યો નથી આથી કઈ કહી શકાય તેમ નથી.