રાજસ્થાનમાં વાયુ સેનાનું વિમાન ક્રેશ થતા બે વાયુ યોદ્ધાઓ વીર ગતિને પ્રાપ્ત થયા! રક્ષામંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું…જુઓ વિડીયો

એક ખુબ જ દુખદ ઘટના રાજસ્થાનના બાડમેર જીલ્લામાંથી સામે આવી છે જ્યાં વાયુસેનાનું મીગ-21 ક્રેશ થતા બે વાયુ સેનાના જવાનો વીર ગતીને પ્રાપ્ત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં પણ ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. જણાવી દઈએ કે શહીદ થયેલા આ બંને વાયુસેનાના જવાનો પાયોલોટ હતા. ધડાકા સાથે આ વાયુસેનાનું આ વિમાન ક્રેશ થા ગામમાં ભારે સનસનાટી ફેલાય ગઈ હતી એટલું જ નહી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ ઘટના બનતાની સાથે જ વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડતું થઈ ગયું હતું અને બંને પાયલોટના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ દુઃખદ દુર્ઘટનાની અનેક તસ્વીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેને જોયા પછી લોકોનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું. બાડમેરના કલેકટર લોક બંધુએ જણાવ્યું હતું કે એરફોર્સનું વિમાન ભીમડા ગામમાં ક્રેશ થયું હતું જેમાં બંને પાયલોટો વીર ગતિને પ્રાપ્ત થયા હતા.

મીગ-21 ક્રેશ થયાની જાણ રક્ષામંત્રી રાજનાથ સિંહને મળતા તેઓએ પૂરી ઘટના અંગેની તપાસ લીધી હતી અને વાયુસેનાના વડા ઈચ ચીસ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને બંને જવાનો શહિદી પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ ટ્વીટ કરીને બંને શહીદ યોદ્ધાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાને હમેશા યાદ રાખવામાં આવશે પણ હાલ દુઃખની ઘડીમાં મારા વિચારો તેના તેઓના શોકમાં ડૂબેલા પરિવારજનો સાથે છે.

સરક્ષણ રાજ્ય મંત્રી અજય પટેલે જણાવ્યું કે આ પેહલી એવી ઘટના નથી આની પેહલા પણ અનેક આવી વિમાન ક્રેશની ઘટના બની ચુકી છે જેમાં 42 જેટલા જવાનો શહીદ થયા હતા. તેઓએ આગળ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં હવાઈ અકસ્માતોની સંખ્યા 45 જેટલી થઈ ચુકી છે જેમાંથી 29 જેટલી ઘટનાઓ આઈએસએફ સાથે સંકળાયેલી છે, હાલ તો વીર ગતિને પ્રાપ્ત થયેલા આ પાયલોટના નામ સામે આવ્યા નથી.ભગવાન તેઓના આત્માને શાંતિ આપે.ઓમ શાંતિ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *