ફેસબુકના માધ્યમથી ગામના યુવકને થયો વિદેશની ગોરી સાથે પ્રેમ! યુવતી લગ્ન કરવા આવી ગઈ ગામમાં પણ…જાણો પૂરી વાત
મિત્રો કેહવામાં આવે છે ને કે પ્રેમ કોઈ રૂપ, રંગ કે કોઈ સ્થળ જોતો નથી, આ વાતને સાબિત કરતો હાલ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વિદેશી યુવતી ભારતના ગામમાં રેહતા એક યુવક પર દિલ હારી બેઠી હતી અને યુવક પણ આ વિદેશી યુવતીના પ્રેમમાં હતો. એવામાં બંનેએ પરિવારજનોની મંજુરી લઈને લગ્ન કરી લીધા હતા. તેઓની પ્રેમ કહાની એવી છે કે જાણીને તમને લાગશે કે આતો ફિલ્મ છે.
જણાવી દઈએ કે આ પ્રેમકહાની હરિયાણાના સોનીપતના રેહવાસી અમિત સરાહા અને તેની પ્રેમિકા અમેરિકાના ફ્લોરિડાની એશ્લીન એલિઝાબેથની છે. વર્ષ ૨૦૧૮માં અમિત અને એશ્લીનની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી જે પછી બંને સારા એવા મિત્રો બની ગયા હતા પણ આ મિત્રતા આગળ જતા પ્રેમમાં ક્યારે પરીવર્તિત થઈ તે ખબર જ ન રહી.
એવામાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું આથી એશ્લીન હરિયાણા આવી અને અમિતના પરિવારજનોને મળી. જે પછી બંનેએ પોતાના માતા પિતાની લગ્નની મંજુરી લઇ લીધી હતી આથી તેઓની સગાઈ કરવામાં આવી હતી. એવામાં કોરોનાકાળે તેઓના લગ્નમાં વિલંબ કરાવ્યો હતો કારણ કે બંને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.
જો લોકડાઉન ખુલ્લે તો તેઓએ વિચાર્યું હતું કે તેઓ તરત જ કોર્ટ મેરેજ કરશે. એશ્લીને જણાવ્યું હતું કે તેને ભારતીય સન્સ્કૃતિની સાથો સાથ હરિયાણી સંસ્કૃતિ પણ ખુબ જ પસંદ છે, એટલું જ નહી તે ભેસોને નવડાવાથી લઈને ઘરના અનેક કાર્યો કરે છે. તે જણાવે છે કે ‘હું ભારત પેહલી વખત આવી છું. અહીના લોકો ખુબ જ સારા છે. હું ખુબ જ ખુશ છું. હું ભારતમાં રહીને દરેક કામો શીખવા માંગુ છું.
એશ્લીન જળ સરક્ષણ માટે લોકોને જાગૃત કરે છે એટલું જ નહી તે એક જળ સરક્ષણ માટે એક નાની એવી ફિલ્મ પણ બનાવાની છે જેમાં ગામના લોકો કેવી રીતે પાણીનો બગાડ કરે છે તેવું બતાવામાં આવશે અને પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તે પણ બતાવામાં આવશે.