સુરતના વેપારીની અનોખી પહેલ! જો તમે ૫૦૦ ગ્રામ દોરી આપશો તો બદલામાં તમને…
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હજી થોડા દિવસો પેહલા જ ઉત્તરાયણનો મહા તેહવાર ગયો હતો, આ તેહવારને લોકો ખુબ ધૂમ ધામથી ઉજવે છે. ઉતરાયણ એ ગુજરાતીઓ માટે ખુબ જ અગત્યનો અને મહત્વનો તહેવાર હોય તેની ઉજવણી કરવી એ ગુજરાતીઓ માટે ખુબ જ આનંદની વાત છે. પરંતુ, ઉતરાયણ પૂર્ણ થયા પછી રસ્તે પડી રહેતી દોરી માટેનું કોઈ ધ્યાન રાખતું નથી કે કોઈ વ્યક્તિ તેની તસ્દી નથી લેતું.
આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે કે સુરતના એક વેપારી દ્વારા એક નવી જ શરૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને પક્ષીઓ અને રસ્તે રખડતા પશુઓ માટે ખુબ જ સારી બાબત કહી શકાય. આ વેપારી દ્વારા પહેલ કરવામાં આવી છે કે જો કોઈ તેમને ૫૦૦ ગ્રામ દોરી આપશે તો તેના બદલામાં આ વેપારી તેને ૫૦૦ ગ્રામ ખમણ આપશે અને જો કોઈ વ્યક્તિ તેને એક કિલો ગુચ દોરી આપશે તો તેના બદલામાં તેને ૧ કિલો સાદા ખમણ અથવા તો ચીઝ રોલ લોચો આપવામાં આવશે.
આ વેપારી દ્વારા કરવામાં આવેલી આ પહેલથી ખુબ જ સારો એવો ફાયદો થવાનો છે. જેનાથી જ્યાં-ત્યાં પડી રહેતી દોરી કોઈના પગમાં ન આવે કે જેથી કોઈ અબોલ જીવને નુકશાન ન થાય. આમ પણ કહેવાય છે કે ગુજરાતીઓ વેપારી પ્રજા છે, પરંતુ સાથે સાથે જીવદયા વાળા પણ ખરા.
આમ ઉતરાયણનો તહેવાર કોઈના માટે જીવ પણ લઈ લેતો હોય છે, પરંતુ આ નવી પહેલથી ઘણા બધા જીવને બચાવી શકાશે અને સાથે સાથે જે-તે વ્યક્તિને પોતાને મનપસંદ નાસ્તો પણ મળી રહેશે. જેનાથી ગુજરાતીઓની ખાણીપીણીની ઈચ્છા પણ પૂર્ણ થઇ શકશે.