દુલ્હનના નાચવા પર ગુસ્સે થઈને દુલ્હાએ દુલ્હનને માર્યો લાફો, પછી દુલ્હને…જાણો લાફો મારવાનું કારણ
તમિલનાડુના કુડ્ડલોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં એક વરરાજાએ કન્યાને ત્યારે થપ્પડ મારી હતી જ્યારે તે તેના પિતરાઈ ભાઈ સાથે ડાન્સ કરી રહી હતી. આ પછી મામલો એટલો બગડ્યો કે દુલ્હન અને તેના પરિવારના સભ્યોએ લગ્ન કેન્સલ કરી દીધા અને તરત જ બીજો વર શોધીને તેની સાથે લગ્ન કરી લીધા. હવે અગાઉના વરરાજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ વરરાજા ચેન્નાઈની એક ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેની સગાઈ 6 નવેમ્બરે થઈ હતી. છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને છોકરીના પરિવાર પાસેથી 7 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. છોકરાનું કહેવું છે કે તેણે લગ્ન માટે 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે 19 જાન્યુઆરીએ એક લગ્ન સમારોહ દરમિયાન દુલ્હા અને દુલ્હન એક સાથે ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન દુલ્હનનો પિતરાઈ ભાઈ પણ ત્યાં આવે છે અને વર-કન્યાના ખભા પર હાથ મૂકીને નાચવા લાગે છે. પણ વરને આ વાત પસંદ નથી. તે પિતરાઈ ભાઈના જવા માટે થોડીવાર રાહ જુએ છે અને પછી ગુસ્સામાં કન્યાને થપ્પડ મારે છે.
આ વાત દુલ્હન અને તેના પરિવારને ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે વરરાજાએ બધા સંબંધીઓની સામે દુલ્હન પર હાથ ઉપાડ્યો હતો. તેને કોઈની પરવા નહોતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ તેના પર દુલ્હનને થપ્પડ મારવાનો પણ આરોપ છે. મામલાની તપાસ ચાલી રહી છે. અહીં યુવતીના પરિવારજનોને તેમના સગપણમાં એક છોકરો મળ્યો અને દુલ્હનના લગ્ન નક્કી કર્યા અને 20 જાન્યુઆરીએ બંનેના લગ્ન થયા.