શખ્સને પ્રેમીઓને જોઇને હોર્ન વગાડવો ભારે પડ્યો! વિડીયો જોશો તો તમે પણ પેટ પકડીને હસી પડશો, જુઓ વાયરલ વિડીયો
સોશિયલ મીડિયાની મજેદાર દુનિયામાં ક્યારે શું જોવું કે સાંભળવું એ કોઈ કહી શકતું નથી. કેટલીકવાર અહીં આવા વીડિયો જોવા મળે છે જે તમને ભાવુક કરી દે છે તો કેટલાક ખૂબ હસાવે છે. અત્યારે આવો જ એક વીડિયો બધે છવાયેલો છે. વીડિયો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સાથે સંબંધિત હોવાનું લાગી રહ્યું છે. આમાં કંઈક આવું બનતું જોઈને તમે હાસ્ય પર કાબૂ નહીં રાખી શકો. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યો છે.
વાયરલ થઈ રહેલા કેટલાક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેમી-પ્રેમિકા રસ્તાના કિનારે એકબીજાની નજીક ઉભા રહીને વાતો કરી રહ્યા છે. નજીકમાં એક કાર સવાર પણ છે જે વાહનની અંદરથી બંનેનો વીડિયો બનાવી રહ્યો છે. તેણે કારને પ્રેમી યુગલની એકદમ નજીક લઈ જઈને હોર્ન વગાડ્યું, જેનાથી બંને ખરાબ રીતે ડરી ગયા. ફ્રેમમાં આ પછી જે કંઈ થાય છે તે ખૂબ જ રમુજી છે.
View this post on Instagram
ખરેખર, કાર સવારના આવા કૃત્ય પર પ્રેમી ખૂબ ગુસ્સે થયો અને પથ્થર ઉપાડીને વાહન તરફ ભાગ્યો. તે જોઈ શકાય છે કે કારની નજીક આવતાની સાથે જ તેણે વિન્ડસ્ક્રીન પર પુરી તાકાતથી પથ્થરમારો કર્યો અને આંખના પલકારામાં આખો કાચ તુટી ગયો. આ દરમિયાન કારની અંદર બેઠેલો બિચારો મુસાફર બધું જ જોતો રહ્યો.