પેહલા ભિક્ષુકને હેરાન કર્યો પછી ભિક્ષુકે એટલા રૂપિયા બતાવ્યા કે જેટલા કોઈ વ્યક્તિને વર્ષે પણ નહી મળતા હોય! જુઓ આ વાયરલ વિડીયો
સોશિયલ મીડિયાની દુનિયા લાખો વીડિયોથી ભરેલી છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં વિડીયો જોવા અને અપલોડ કરવામાં આવે છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. અત્યારે આવો જ એક વીડિયો બધે છવાયેલો છે. એવું કહેવાય છે કે આ વીડિયો એક વૃદ્ધ ભિખારીનો છે જે કોઈ વાત પર ગુસ્સે થઈ ગયો હતો અને તેની સાથે હજારો રૂપિયા અને પ્રોપર્ટીના કાગળો હવામાં ઉડાડી દીધા હતા. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને નેટીઝન્સ તેના પર ઉગ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે.
જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને લાગે છે કે એક વ્યક્તિની વાત પર વડીલો ગુસ્સે થઈ ગયા અને તેને બતાવવા માટે પોતાની પાસે રાખેલી નોટોના બંડલ ઉડાડી દીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ કોઈ જગ્યાએ બેઠા છે અને તેમની પાસે રહેલી તમામ નોટો હવામાં ઉડાવી રહ્યા છે. નોટોમાં દસ, પચાસ અને 100ની નોટ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને એક યુઝરે જણાવ્યું કે આ ઘટના નાગદા રેલવે સ્ટેશન પાસે બની હતી. જ્યાં ભિખારીએ હાથમાં રૂપિયાનું બંડલ લઈને નોટોનો વરસાદ કર્યો હતો. તેની સાથે મિલકતના કાગળો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આવા વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે જેને લોકો જોવાનું પંસદ કરે છે.