આ છે કેરળના ‘સ્નેક્મેન’ વાવા સુરેશ! અત્યાર સુધી આ વ્યક્તિને ૨૫૦ સાપ કરડી ચુક્યા છે પણ…જાણો આ વ્યક્તિ વિશે
કેરળના પ્રખ્યાત સ્નેકમેન વાવા સુરેશ હોસ્પિટલના વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. કોટ્ટયમ જિલ્લામાં બચાવ અભિયાન દરમિયાન તેને કોબ્રાએ ડંખ માર્યો હતો. વાવા સુરેશને કોટ્ટાયમની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓનો દોર ચાલુ છે.
સુરેશ વાવાએ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ સાપને બચાવ્યા છે. આ દરમિયાન તેને 250 થી વધુ સાપે પણ ડંખ માર્યો હતો, પરંતુ દર વખતે સાપના માસ્ટરે મોતને હાર આપી હતી. તે છેલ્લા 20 વર્ષથી અલગ-અલગ પ્રકારના સાપ સંભાળે છે અને બચાવ કર્યા બાદ તેને જંગલમાં છોડી દે છે.
તેના ઈન્સ્ટાગ્રામ પર સાપ, અજગર સાથે તેની તસવીરો છે. આ તસવીરોમાં તે સાપ સાથે ખૂબ જ આરામદાયક લાગી રહ્યો છે. જાણે દોરડું હોય એમ તેણે તેમને લઈ લીધા છે. ઝેરી સાપને સંભાળવામાં તેની નિપુણતા જોઈને કેરળ વન વિભાગ દ્વારા તેને નોકરીની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેણે તેનો ઇનકાર કરી દીધો હતો.
સાપ સાથે તેની મિત્રતા ત્યારે જ શરૂ થઈ જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતો. તેઓ છેલ્લા ઘણા સમયથી આ વ્યવસાય સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેણે 2018માં કેરળમાં આવેલા પૂર દરમિયાન એક સપ્તાહમાં 9 જિલ્લામાંથી 80 સાપને બચાવ્યા હતા. તેમની સેવા અને સમાજ પ્રત્યેના પ્રયાસોને જોતા તેમને 2012માં સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી. તત્કાલિન મંત્રી કેબી ગણેશ કુમારે તેમને તિરુવનંતપુરમના કોટ્ટુર જંગલ વિસ્તારમાં વન વિભાગ વતી નોકરીની ઓફર કરી હતી. જોકે, સુરેશે આ વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું હતું કે જો તેણે નોકરી સ્વીકારી હોત તો તે સમાજને તેની કુદરતી રીતે મદદ કરી શક્યો ન હોત.
બે વર્ષ પહેલા જ્યારે તેણે પદ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા થઈ હતી. સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો તેમનો જુસ્સો હતો, પરંતુ બદલામાં તેમને કંઈ મળતું ન હતું. તેણે કહ્યું કે કેટલાય કિલોમીટર દૂર જઈને તે પોતાનો જીવ જોખમમાં મુકીને સાપને બચાવતો હતો. એક ઈન્ટરવ્યુમાં વાવા સુરેશે કહ્યું હતું કે તેને બદનામ કરવા માટે ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા જેમ કે તે સાપનું ઝેર ભેગો કરે છે. આ તમામ આરોપોથી તે ખૂબ જ દુઃખી થયો હતો અને માનસિક તણાવમાં હતો.
વાવા સુરેશે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મારા છેલ્લા શ્વાસ સુધી સાપને બચાવવા માંગતો હતો. આજ સુધી મેં મારી સેવા માટે કોઈને પૂછ્યું નથી. જો કોઈ મને પૈસા આપે તો હું લઈશ. સાપને બચાવવા અને તેમને જંગલમાં લઈ જવાની પ્રક્રિયા ખર્ચાળ છે પરંતુ મેં આ ખર્ચ વિશે કોઈને જણાવ્યું નથી.