શું ‘નેશનલ ક્રશ’ રશ્મિકા માંદના વિજય દેવાર્કોંડા સાથે લગ્ન કરવાની છે? જાણો પૂરી વાત વિશે
રશ્મિકા માંદનાને કોણ નથી ઓળખતું નાના બાળકોથઈ લઈને વડીલ સુધીના તમામ લોકોએ રશ્મિકાને ઓળખે છે. રશ્મિકાએ પોતાના કરિયરના સાવ ઓછા સમયમાં ખુબ વધુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. આ અભિનેત્રીએ પોતાની સુંદરતાને અભિનયને લઈને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. થોડા સમય પેહલા જ ‘પુષ્પા’ રીલીઝ થઈ હતી જેમાં રશ્મિકાએ પોતાના અભિનય અને એક્ટિંગ દ્વારા લોકોનું મન મોહી લીધું હતું.
આ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મે બોક્સઓફીસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં તેને મશહુર અભિનેતા અલ્લુ અર્જુન સાથે જોડી જમાવી હતી. પણ હાલના સમયમાં એવી લોકો દ્વારા એવી અટકળો લગાવામાં આવી રહી છે કે આ અભિનેત્રી થોડા સમયમાં જ વિજય દેવાર્કોંડા સાથે લગ્ન જીવનની શરુઆત કરવાની છે, શું આ સત્ય છે? જાણો પૂરી વાત.
વિજય દેવાર્કોંડા વિશે પણ તમે પરિચિત જ હશો, આ અભિનેતાએ અર્જુન રેડ્ડી, ડીયર કોમરેડ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કાર્ય કર્યું છે એટલું જ નહી લોકો તેની સ્ટાઈલના ચહિતા છે. એવામાં વિજય અને રશ્મિકા બંને લગ્ન કરવાના છે તેવી અટકળો સામે આવી રહી છે, હવે આમાં શું સત્ય છે અને શું ખોટું તેતો ફક્ત આ અભિનેતા-અભિનેત્રી જ જાણે છે.
તમને જણાવી દઈએ કે વિજય દેવાર્કોંડાએ આ વાતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી જ્યારે આ અભિનેત્રીએ પણ કાઈ ખુલાસો કર્યો નથી, ફક્ત અટકળો લગાવામાં આવી રહી છે કે આવું થશે. જાણવા મળ્યું છે કે આ અભિનેતા અભિનેત્રી છેલ્લા થોડા સમયથી એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જોડીએ એક સાથે ઘણી એવી સુપરહિટ ફિલ્મો આપી છે જેમાં ગીતા ગોવિંદમ, ડીયર કોમરેડ જેવી હિત ફિલ્મોનો સમાવેશ થાય છે. લોકોને આ બંનેની જોડી ખુબ પસંદ છે.