બાળકોનું ગજબનું ટીમ વર્ક! પેહલા ધક્કા દઈ દઈને મિત્રને ઉપર ચડાવ્યો પણ પછી એવું થયું કે જોઇને તમે હસી પડશો…જુઓ આ ફની વિડીયો

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર છે એવામાં રોજના અનેક એવા ફની વિડીયો પણ વાયરલ થાય છે જે અમુક વખત લોકોને હસાવી દેતા હોય છે તો અમુક વખત ભાવુક કરી દેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો ફની વિડીયો વિશે બતાવના છીએ જેને જોયા પછી તમે તમારું હસવું રોકી નહી શકો.

આમ તો કેહવામાં આવે છે કે ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સરળતાથી અને વગર સમયના બગાડે થઈ જતું હોય છે. હાલ આવી જ ટીમ વર્ક બતાવતો વિડીયો ઇનસ્ટાગ્રામના માધ્યમથી સામે આવ્યો છે જેમાં બે બાળકો ટીમ વર્ક કરીને એવું કાર્ય કરે છે કે જોઇને તમે તમારું હાસ્ય નહી રોકી શકો.

ઇનસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મોટી ટાંકી જેવી જગ્યામાં બે બાળકો રહેલા છે, એવામાં એક બાળક અહીંથી બહાર નીકળવા માટે કુદીને ચડવાની કોશિશ કરે છે જે પછી પાછળથી તેનો મિત્ર તેને ધક્કો મારીને ઉપર ચડાવે છે. હવે બહાર નીકળેલા બાળક પોતાના મિત્રને પણ હાથ લાંબો કરીને ઉપર ચડવામાં મદદ કરે છે પણ બંને નિયંત્રણ ગુમાવી દે છે અને પાછા જ્યાં ફસાયા હતા ત્યાં જ ખાબકે છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

જણાવી દઈએ કે આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ થઈ રહેલા વિડીયોને rvcjinsta એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો. આ વિડીયો જોઈને લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર ફની અંદાજે કહે છે કે ‘વાહ ગજબનું ટીમ વર્ક’ જ્યારે બીજો એક યુઝર જણાવે છે કે ‘દરેક મિત્રને આવો તો કોઈક મિત્ર તો હોય જ છે.’ આવી અનેક કમેન્ટ યુઝરો આપી રહ્યા છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *