એક શિવ ભક્તે યુવકે હિંદુ સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ કરાવ્યું ! જુવો સુંદર ફોટોસ
હાલમાં લગ્નનો માહોલ ચોરેતરફ ફેલાયેલ છે, ત્યારે નવયુગલોમાં પ્રિવેડિંગ શૂટ હવે જરૂરિયાત બની ગઇ છે. લગ્ન હોય એટલે પહેલા તો આ પ્રસંગને યાદગાર બનાવવા પ્રિવેડિંગ શૂટ તો કરાવવું જ જોઈએ. ત્યારે દરેક યુવાનો પોતાના શોખ પ્રમાણે પ્રિવેડિંગ શૂટ કરાવે છે. આજના યુવાનો મુખ્યત્વે મોર્ડન ક્લચરને અનુરૂપ ફોટોશૂટ કરાવે છે, ત્યારે હાલમાં જ ગુજરાતનાં હિંમતનગરનાં યુવાને એવું ફોટોશૂટ કરાવ્યું કે, દરેક યુવાવર્ગો માટે પ્રેરણાદાયી બન્યું છે.
ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમય અનેક શિવજીના પરમ ભક્તો હોય છે. આદિત્ય વાઘેલા એ શિવજીની ભક્તિ ને પણ પોતાના જીવનના સૌથી યાદગાર પ્રસંગ સાથે જોડી દીધા! ચાલો અમે આપને જણાવીએ કે, કંઈ રીતે આ યુવાને શિવજી સાથે ફોટોશૂટ કરાવ્યું અને આવી રીતે ફોટોશૂટ કરાવવા પાછળનું કારણ શું હતું, તે પણ અચૂકપણે જાણીશું!
શિવની ભક્તિ તો ઘણા લોકો કરે છે, પરતું શિવની ભક્તિ થકી આજના આધુનિક વિચારો ધરાવતા યુવાનોને હિન્દૂ સંસ્કૃતિ અને આપણી પરંપરાને જાળવી રાખવા માટે આ યુવાને કોઈ સ્માર્ટ સીટી કે ગાર્ડન, ફોન્ટ, બીચ જેવી જગ્યાએ ફોટોશૂર કરાવવાનું પસંદ ન કર્યું અને એવી જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું, કે ભાગ્યે જ કોઈ આવું વિચારી શકે છે અને આવા પવિત્ર સ્થળો પર ફોટોશૂટ કરાવેલ.
ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ: આ અનોખું પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવેલ છે, સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં રહેતા વાઘેલા આદિત્યએ! હાલમાં તેના લગ્ન બાકી છે, પરતું લગ્ન પહેલા તેને શિવજીના મંદિરમાં પ્રિવેડિંગ શૂટ કરાવ્યું અને કોઈ મોર્ડન પહેરવેશ નહીં પરંતુ હિંદુ સંસ્કૃતિ મુજબ પહેરવેશ પહેર્યો છે. સફેદ રંગના આ પહેરવેશમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
આદિત્ય વાઘેલાનું કહેવું છે કે, હુ નાનપણ થી શિવ નો ઉપાસક છુ.અને સાધુ પ્રેમી છુ.એટલે મે આપણી સંસ્કૃતી ને ધ્યાનમા રાખીને વિચાર્યું કે હુ મારા લગ્નમાં કંઈક અલગ રીતે પ્રિવેડિંગ ફોટો શુટ કરાવુ કે, જેથી બધા જોઈ શકે અને આ વિડીયો ક્લીપમાં હું અનેમારી જીવનસાથી મહાદેવ ના મંદિરમાં શિવ-પુજા અચઁના અને વડની પુજા કરતા હોય એવું બતાવવામાં આવેલું છે. આ ફોટોશૂટ ચત્રભુજ શ્રી રામ મંદિર માંડવ,મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવ્યું છે અને આ મંદિર પણ એટલું જ સુંદર છે.