એક અનોખું ગામ! જ્યાં યુવાનને બીજી વખત લગ્ન કરવા જ પડે છે, આવું કરવા પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોકી જશો, જાણો એવું તો શું કારણ છે
ભારત દેશમાં અનેક રીતીતીવાજો જોવા મળે છે જેના વિશે આપને માહિતગાર પણ હોતા નથી. ભારતમાં લગ્નને એક તેહવાર માનવામાં આવે છે જે જીવનમાં ફક્ત એક વખત થાય છે. આમતો દેશમાં બે વખત લગ્ન કરવા ગેરકાયદેસર છે પણ આજે અમે તમને એક એવા ગામ વિશે જણવા જઈ રહ્યા છીએ જેના વિશે વાંચીને તમે પણ કેશો કે આવું સાચ્ચું હશે? તો ચાલો તમને પૂરી વાત વિશે જણાવીએ.
આ વાત રાજસ્થાનના બાડમેર ગામની છે જ્યાં પુરુષને બે મહિલા સાથે લગ્ન કરવા જ પડે છે, આ બીજી પત્ની સાથે પેહલી પત્નીને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. તમને જણાવી દઈએ કે આ ગામમાં લગભગ ૭૦ મકાન છે જેમાં તે સમુદાયના લોકો ખુબ ઓછા છે આથી સંતાનની પ્રાપ્તિ માટે પુરુષને બીજા લગ્ન ન છુટકે કરવા જ પડે છે. તમને જણાવી દઈએ કે આ રીતીતીવાજ છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે.
આ ગામના લોકોની એવી માન્યતા છે કે અહી થનારા પેહલા લગ્ન દ્વારા સંતાનની પ્રાપ્ત થતી નથી હર વખતે બીજી પત્ની દ્વારા જ સંતાનની પ્રાપ્તિ થાય છે આથી વંશ આગળ વધરવા માટે બીજા લગ્ન કરવા ખુબ જરૂરી બની જાય છે. ગામના લોકો આ રીતીને ખુદાની મહેર માને છે. આ ગામમાં ઘણા પરિવારો એવા છે જેણે ફક્ત એક લગ્ન કર્યા છે પણ તેને સંતાનની પ્રાપ્તિ થઈ નહી.
ગામના સૌથી વડીલ વ્યક્તિ ૬૨ વર્ષના અરબ ખાન આની સાથે જોડાયેલ એક વાત કહે છે, તે જણાવે છે કે ઘણા વર્ષો પેહલા લાલ મીઠાના ઘરે કોઈ સંતાન પ્રાપ્ત થયો નહી ઘણી વખત મીઠાને કેહવામાં આવ્યું કે તું બીજી વખત લગ્ન કર તો તે આ વાતને ટાળી દેતો પછી ૫૫ વર્ષની ઉમરે તેની પત્નીનું નિધન થયું ત્યારબાદ પરિવારના દબાવ હેઠળ મીઠાએ બીજા લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ તેના ઘરે એક છોકરીનો જન્મ થયો અને તેની પછી 3 છોકરાનો જન્મ થયો. આ પછી તે પરિવારમાં કોઈ પણ વ્યક્તિને પેહલી પત્ની દ્વારા સંતાન પ્રાપ્ત થયો નહી, હર વખતે બીજા લગ્ન કર્યા બાદ જ સંતાન પ્રાપ્ત થતો હતો. તમને શું લાગે છે? માન્યતા વિશે કમેન્ટમાં જરૂર જણાવો