ભારતની આ નદીમાં પાણીની સાથે વહે છે સોનાના ટુકડા! જાણો કઈ નદી છે અને સોનું આવે છે ક્યાંથી?
ભારત દેશમાં ઘણી બધી મોટી મોટી નદીઓ છે જેવી કે ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદા. આ બધી નદીઓ પોતાની કોઈના કોઈ વિશેષતાને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ છે. પણ શું તમને ખબર છે ભારતમાં એક નદી એવી પણ છે જેના પાણીને છાન વાથી તે પાણીમાંથી સોનાના અનેક કણો મળે છે. અવશ્ય આ વાતથી તમે પણ વંચિત જ હશો, તો ચાલો આ નદી વિશે તમને જણાવી દઈએ.
આ નદી ઝારની સ્વર્ણરેખા નદી છે જ્યાં પાણીને ગાળવામાં આવે તો તેમાંથી સોનાના કણ પ્રાપ્ત થાય છે. આ નદીનું નામ જ એવું છે કે સાંભળીને જ કોઈ પણ વ્યક્તિને ખબર પડી જશે કે અહી સોનું મળતું હશે. તમને જણાવી દઈએ કે આ નદી પશ્ચિમ બંગાળ અને ઓડીશા રાજ્ય માંથી પણ પસાર થાય છે પણ આ નદીનું ઉદગમસ્થા ઝારખંડ જ છે.
છેલ્લી ઘણી સદીઓથઈ ત્યાના આદિવાસીઓ નદીમાંથઈ સોનું અલગ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ફક્ત આ કળા ત્યાના આદિવાસીઓ પાસે જ હોય છે, ત્યાના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વહેલી સવારથી સોનાના કણ શોધવાનું શરુ કરી દે છે. આ નદી સીધી બંગાળની ખાડીમાં વિલીન થાય છે.
આ નદીમાં સોનું આવે છે ક્યાંથી? આ સવાલ પર વૈજ્ઞાનીકો એ ઘણી બધી શોધ ખોલ કરી રહ્યા છે પરનું હજી સુધી કાઈ હાથે લાગ્યું નથી. છેલ્લી ઘણી સદીઓથી આ રહસ્ય રહસ્ય જ રહી ગયું છે. આ નદી સિવાય એક નદી છે જેનું નામ ‘કરકરી’ છે તેમાં પણ સોનાના કણો પ્રાત્પ થાય છે. વૈજ્ઞાનિકો આ વાત વિશે જણાવે છે કે નદીઓ પર્વત સાથે સંપર્ક થઈ ને નીકળતી હોવાથી તેમાં સોનાના કણો જોવા મળે છે.
આપ સૌ વિચારતા હશો કે સોનું વેચીને આદિવાસીનું જીવન ઘણું સુધરી ગયું હશે, પણ નાં એવું જરાય નથી. આજે પણ આ આદિવાસીઓ પોતાનું જીવન એવી જ રીતે ગુજારે છે જે સોના મળ્યા પેહલા ગુજરતું હતું. સોનાના ભાવ ખુબ વધારે હોવા છતાં સોનીઓ તેની મજબુરીનો ફાયદો ઉઠાવીને સોનાની સાવ ઓછી કિંમત આપે છે, આથી આદિવાસીઓનું જીવનમાં જરાય બદલાવ આવ્યો નથી.