ફક્ત પાંચ વર્ષનો બાળક પોલીસમાં ભરતી થયો! આટલી ઉમરમાં ભરતી થવાનું કારણ જાણશો તો તમે પણ ભાવુક થશો, જાણો આ પૂરી ઘટના વિશે

મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર એવી ઘટનાઓ વાયરલ થતી હોય છે જેના વિશે જાણીને આપને સૌ કોઈ ચોકી જતા હોઈએ છીએ, એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વાત ખુબ વાયરલ થઈ રહી છે જેમાં એક બાળક ફક્ત પાંચ વર્ષની ઉમરે પોલીસમાં જોડાયો છે, આ જાણીને તમારા મનમાં પણ એવો સવાલ ઉઠતો હશે કે કેમ તેને ભણવા લખવાની ઉમરમાં આવું કરવું પડ્યું? તો ચાલો તમને આ ઘટના વિશે જણાવી દઈએ.

આ ઘટના મધ્યપ્રદેશની છે જ્યાં એક બાળકે પોલીસ તરીકે ભરતી થઈ ને એક ઈતિહાસ રચી દીધો છે, આ બાળકને જ્યારે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો ત્યારે તેને પોલીસ અધિકારીએ પૂછ્યું કે તું પોલીસમાં નોકરી કરવા ઈચ્છે છો? તો આ સવાલનો જવાબ આપતા બાળકે જણાવ્યું કે હા. બાળકનો આવો અંદાજ જોઇને લોકોનું મન ભરાય ગયું.

રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૭માં આ બાળકના પિતાનું પોલીસની નોકરી કરતા કરતા હાર્ટ અટેકથઈ મૃત્યુ થયું હતું, આથી આ પોસ્ટ પર તેના વારસદારને મળવા પાત્ર છે આથી મંગળવારના રોજ મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા આ બાળકને પદસ્થાન આપવમાં આવ્યું હતું. આ દેશનો સૌથી નાનો પોલીસ અધિકારી બની ચુક્યો છે.

જાણકારી અનુસાર પ્રધાન રક્ષક શ્યામનું ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ હાર્ટએટેક દ્વારા મુર્ત્યું થયું હતું. પોતાના પતીના મૃત્યુ પછી માતાએ પોતાના બાળકને પોલીસમાં ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસના મુખ્ય અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે આ બાળકને ૧૮ વર્ષ સુધી અડધું પછી આખું વેતન આપવામાં આવશે અને આ બાળક જ્યાં સુધી તનો અભ્યાસ પૂરો નહી કરે ત્યાંસુધી કોઈ પણ પ્રકારનું પોલીસનું કામ નહી કરે ફક્ત પોલીસ કોટરમાં અભ્યાસ જ કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *