અંધવિશ્વાસની દરેક હદને પાર કરી ગયો આ યુવક! પતિના અંધવિશ્વાસને કારને પત્નીનું….જાણો આ પૂરી ઘટના વિશે

આમતો ભારતમાં ઘણી બધી નવી નવી ટેકનોલોજી અને આધુનિકતા આવી ગઈ છે પણ હજી ઘણા બધા એવા ગામ છે જ્યાં અંધવિશ્વાસ, કાળા જાદુ-ટોના પર વિશ્વાસ રાખવામાં આવે છે. હજી પણ લોકો આવા અંધવિશ્વાસુ વાતોમાં રસ ધરાવે છે, એવી જ એક ઘટના વિશે આજે અમે આ લેખમાં વાત કરવાના છીએ. જ્યાં પતિના અંધવિશ્વાસનબે કારને પત્નીને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો.

આ ઘટના ઉત્તરપ્રદેશના બુલંદશહેરની છે જ્યાં એક શખ્સે અંધવિશ્વાસમાં આવીને પોતાની પત્ની સથે એવું કર્યું લે પત્નીને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. આ મૃત્યુ પામનાર યુવતીનું નામ દેવેન્દ્રી હતું. જાણવા મળ્યું છે કે દેવેન્દ્રી એક વખત ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી ત્યાં તેને એક સાપ કરડ્યો હતો. સાપ કરડતાની સાથે જ તે ઘરે પોતાના પતી પાસે આવી અને સાપ કરડવાની પૂરી જાણકારી આપી.

પતિએ તેને સારવાર માટે ડોક્ટર પાસે ન લઈ ગયો અને અંધવિશ્વાસમાં આવીને જાતે જ તેની સારવાર કરવા લાગ્યો, તે સારવાર એવી રીતે કરે છે કે તેની પત્નીનું તેની નજર સામે જ મૌત નીપજે છે. આ શખ્સનું માનવું હતું કે જો તેની પત્નીને ગાયના છાણથી પૂરી ઢાકી દેવામાં આવે તો સાપનું ઝેર તેના શરીર માંથી તરત જ નીકળી જશે. આ કારણને લીધે શખ્સે પોતાની પત્નીને છાણ નીચે દફનાવી દીધી અને સારું થવાની રાહ જોતો રહ્યો.

પણ પચ જ્યારે આ છાણના ઢગ નીચેથી પોતાની પત્નીને બહાર કાઢીતો તેનું મૃત્યુ થઈ ચુક્યું હતું, એટલું જ નહી આવું કરતા સમયે ત્યાં એક સફેરો પણ હાજર હતો અને તે વારંવાર કોઈના કોઈ મંત્ર મારી રહ્યો હતો. આ ઘટના સમયે ગામના બધા માણસો ત્યાં હાજર હતા પણ કોઈએ તે વ્યક્તિને રોકવાનો પ્રયત્ન પણ ન કર્યો, આ ઘટનાની જાણીને લાગે છે કે ભારતદેશના હજી ઘણા બધા ગામ માંથી અંધશ્રદ્ધાનો સાયો ગયો નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *