દરિયામાં પત્નીને શોધવા માટે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો પણ પછી ખબર પડી કે પત્ની પ્રેમી સાથે…પૂરી વાત જાણી તમે ચોકી જશો
હાલ મિત્રો એક ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પતિએ પોતાના કરોડો રૂપિયા ખર્ચ પત્નીની શોધમાં લગાડી દીધા હતા પણ પછી એવો ખુલાસો થયો કે જાણીને સૌ કોઈ દંગ જ રહી ગયું હતું. જ્યારે પતિ પત્ની બીચ પર પોતાની બીજી એનિવર્સરીની ઉજવણી કરવા માટે બીચ પર ગયા હતા જ્યાં અચાનક જ પત્ની ગુમ થઈ ચુકી હતી.
આ હચમચાવી દેતો બનાવ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી સામે આવ્યો છે જ્યાં સોમવારના રોજ આ વિવાહિત યુગલ પોતાની બીજી એનિવર્સરીની ઉજવણી કરવા માટે આરકે બીચ ગયા હતા. જ્યાં અચાનક જ યુવતી ગાયબ થઈ ચુકી હતી જે પછી યુવકને લાગ્યું કે તે પાણીમાં ડૂબી ગઈ છે પણ પછી એક અલગ જ હકીકત સામે આવી હતી.
જણાવી દઈએ કે ૨૧ વર્ષીય વિશાખાપટ્ટનમની સાઈપ્રિયાના લગ્ન બે વર્ષ પેહલા શ્રીકાફૂલમ નામના યુવક સાથે થઈ હતી. એવામાં રાત્રીના સમયે આ યુગલ બીચ પર ગયું હતું જે પછી પતિને એક ફોન આવ્યો આથી તે પત્નીને છોડીને બીજી બાજુ ગયો હતો જ્યારે પત્ની તેના ફોનથી સેલ્ફી પાડી રહી હતી એટલે ફોન પત્ની પાસે જ રહી ગયો હતો. જે પછી પતિ પરત આવ્યો ત્યારે તેની પત્ની ત્યાં હાજર હતી નહી.
પત્નીને ખુબ શોધ કર્યા બાદ પત્ની ત્યાં મળી હતી નહી આથી પતિને એવું લાગી રહ્યું હતું કે પત્ની પાણીમાં ડૂબી ગઈ છે આથી તેણે પોલીસને જાણ કરી હતી જે પછી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, એટલું જ નહી નેવીના હેલિકોપ્ટર, મરીન પોલીસ, ડાઈવર્સ અને માછીમારોની પણ પત્નીને શોધવા માટે મદદ કરી હતી. પત્નીને શોધવા માટે કરવામાં આવેલ આ સર્ચ ઓપરેશનમાં વહીવટીતંત્ર દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ બાદ જાણવા મળ્યું હતું કે સાઈપ્રિયા બીચ પરથી પોતાના પ્રેમી સાથે નેલ્લોરમાં ભાગી ગઈ હતી જે પછી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરી દીધા હતા અને ત્યાં પોહચીને નવું એક સીમ ખરીદીને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે તેણે તેના પ્રેમી રવી સાથે લગ્ન કરી લીધા છે અને તે સુરક્ષિત છે, આથી તેને હવે શોધવાનો પ્રયત્ન ન કરવો. યુવતીએ તેની શોધવા માટે વહીવટીતંત્રએ જેટલી તસદી લીધી છે તેની માફી પણ માંગી હતી.