શું આવું પણ થઈ શકે? લગ્નમાં જમવાનું મોડું મળતા વરરાજો લગ્ન કર્યા વગર જ…. શું આ જ કારણ છે લગ્ન ન કરવાનું? જાણો આ પૂરી વાત વિશે

શું તમે કોઈ વખત સાંભળ્યું છે કે લગ્નમાં જમવાનું મોડું મળવાથી લગ્ન અટકી ગયા? નહી, આવું કદી નહી સાંભળ્યું હોય પણ આજે અમે આ લેખના માધ્યમથી આવી જ એક ઘટના વિશે તમને જણવા જઈ રહ્યા છીએ જ્યાં જાનૈયાઓને જમવામાં મોડું થતા વરરાજા સહિત પૂરી જાન વગર લગ્ન કરે ઘરે પરત ફરી હતી, ચાલો આ ઘટના વિશે તમને જણાવી દઈએ.

આ ઘટના કસ્બાની છે, જ્યાં જાનૈયાઓ જાન લઈને મંડપ સુધી પોહચી ગયા હતા ત્યારે જમવામાં કોઈ કારણોસર વિલંબ થયો હતો આથી વરરાજાના પિતાને ગુસ્સો આવ્યો અને ગામના લોકોના સમજાવ્યા બાદ પણ તેઓ માન્યા નહી અને જાન લઈને ઘરે પરત ફરી ગયા, આ ઘટના એટલી બધી વધી ગઈ કે મામલો પોલીસ સુધી પોહચી ગયો.

આ ઘટના વિશે દુલ્હનની માતાએ જણાવ્યું કે ૧૧ ફેબ્રુઆરીના રોજ તેની દીકરીના લગ્ન અમારી કુકરન નિવાસી ફુલેશ્વર ઉરાંવના પુત્ર રાજકુમાર ઉરાંવ સાથે થવાની હતી. તેની માતા જણાવે છે કે જાન મંડપ પર પોહચી હતી ત્યારે અમે થોડાક લગ્નની વિધિમાં વ્યસ્ત હતા આથી જમાડવામાં થોડું મોડું થયું હતું. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પંચાયત બેઠી અને આ પૂરી ઘટના વિશે જાણકારી પ્રાપ્ત કરીને ન્યાય થયો હતો.

આ ઘટનામાં વરરાજાના પિતાને દહેજ અને જમવાનો તમામ ખર્ચો ચૂકવાનો થયો હતો. જાણવા મળ્યું છે કે આ બે પરિવારો દ્વારા પેહલા સમાધાન કરવાની કોશિશ કરી પણ તેવું સંભવ થયું નહી અને ત્યારબાદ દુલ્હનની માતા કસ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ બંને પક્ષની પંચાયત બેઠી અને આ પુરા મામલાનો હલ કાઢવામાં આવ્યો. વરરાજાના પિતાએ દહેજમાં મળેલ ૨૫ હજાર રૂપિયા અને લગ્નમાં ખર્ચ થયેલા રૂપિયા દુલ્હનની માતાને પરત કર્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *