ગરમાગરમ કચોરી જોઇને રેલ્વે ડ્રાઈવરનું એવું મન લલચાયું કે અડધા ટ્રેક પર જ ટ્રેન રોકી દીધી અને…..જુઓ આ વાયરલ વિડીયો

મિત્રો આપને સૌ કોઈ જાણીએ છીએ કે હાલના સમયમાં રોજબરોજના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને આપને કોઈક વખત ભાવુક થતા હોયે છીએ અને ક્યારેક હસી પડતા હોયે છીએ. એવામાં વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખબૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલ ડ્રાઈવર એવું કરે છે જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયું છે. તો ચાલો આ વિડીયો વિશેની સંપૂર્ણ વાત તમને જણાવીએ.

આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયો રાજસ્થાનના અલવરનો છે જ્યાં રેલ્વે કર્મચારીનું ગરમા ગરમ કચોરી જોઇને મન લલચાયું હતું. તેને કચોરી ખાવાની એવી ઈચ્છા થઈ કે તેણે અડધા ટ્રેક પર જ ટ્રેન રોકી દીધી હતી અને કચોરી મંગાવી લીધી હતી. આવું તમે પણ પેલી વખત સાંભળ્યું હશે. કોઈ વ્યક્તિ કચોરી કે કોઈ અન્ય ખાણીપીણીની વસ્તુ માટે થઈને આવું પણ કરી શકે, તે આજે તમે પેલી વખત જોયું હશે.

ટ્રેન નીકળતી હોવાથી રેલ્વે ટ્રેનના બને ફાટક બંધ કરી દેવામાં આવ્યા હતા અને વાહનોને રોકી દેવામાં આવ્યા હતા, પણ ટ્રેન આવીને અચાનક તે ફાટક પાસે ઉભી રહી ગઈ તે જોઇને ઉપસ્થિત તમામ લોકો ખુબ ચોકી ગયા હતા કે આવું કમ થયું પણ પછી ખબર પડી કે કચોરી માટે આ ટ્રેન રોકવામાં આવી હતી. ટ્રેન ઉભી રહી ત્યાં જ એક શખ્સ કચોરી લઈને એન્જીન પાસે આવ્યો અને કચોરી દઈને ચાલતો થયો.

ટ્રેન ચાલકના આવા કૃત્યને પગલે રાહદારીઓને ખુબ મુશ્કેલી પડી હતી. એટલું જ નહી રેલ અંદર બેસેલા લોકોને પણ ખુબ મુશ્કેલી પડી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પ્રશાસને એક મોટું પગલું ભર્યું હતું જેમાં પાંચ રેલ્વે કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *