શરુ બાઈકે એક નહી પણ બે બે ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યો શખ્સ, હવે પોલીસ તેને કેટલો દંડ આપશે? જુઓ આ વાયરલ વિડીયો

હાલના સમયમાં સોશિયલ મીડિયાથી દરેક વ્યક્તિ વાકેફ થઈ ચુક્યા છે એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયાને એક મનોરંજનનું મુખ્ય સાધન માનવામાં આવે છે જેમાં રોજબરોજના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે, એવા જ એક વાયરલ વિડીયો વિશે આજે અમે તમને જણવા જઈ રહ્યા છીએ, તો જાણો આ વાયરલ વિડીયો વિશે.

આ વિડીયો વડોદરા શેહરનો છે જ્યાં એક વ્યક્તિએ એવું કર્યું જેને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામ્યું છે, આ વિડીયો શેહરના CCTV માં કેદ થયો છે જેમાં આ શખ્સએ એક સાથે બે બે ફોન ચલાવતો નજરે પડી રહ્યો છે, હવે આ ચાલકને પોલીસ દ્વારા ઈ-ચલણ પણ મેકલવામાં આવ્યું છે એટલું જ નહી આ શખ્સ ગાડી પર વગર કોઈ હેલ્મેટે ચલાવી રહ્યો હતો.

આ શખ્સ દ્વારા કરવામાં આવેલા આ સ્ટંટને ધ્યાનમાં લઈને પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ફરિયાદ નોંધી છે. આ શખ્સ પેહલા ફોનમાં વાત કરતા કરતા એક હાથે ગાડી ચલાવે છે અને પછી તે બીજો હાથ છોડીને બીજો ફોન કાઢીને ચલાવે છે, આ પૂરી ઘટના શેહરના CCTV માં કેદ થઈ છે હવે તે ચાલકને દંડ ફટકારવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતીય કાયદા અનુસાર તમે શરુ ગાડીએ હેડફોન કે ફોન પર વાત કરી શકતા નથી, જો તમે આવું કરશો તો તે દંડને પાત્ર થશે. કાર ચાલકો કારમાં ગીત સાંભળી શકે છે પણ હેડફોન લગાવ તેના માટે પણ પ્રતિબંધિત છે. શખ્સના આ કારનામો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેહજો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *