સૂત્તર ફેણીના બદલામાં પૈસા નહી પણ લે છે કાળા વાળ! આવું જોઇને લોકો એ કહ્યું કે હવે….જુઓ આ વાયરલ વિડીયો અને જાણો આ કાળા વાળનું તે શું કરે છે?
મિત્રો આપને સૌ કોઈ સોશિયલ મીડિયાથી સારી રીતે વાકેફ છીએ એટલું જ નહી રોજબરોજ જે કોઈ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક વિડીયો ખુબ પ્રેરણાદાયી હોય છે તો અમુક ખુબ ફની હોય છે જેને જોઇને સૌ કોઈ પેટ પકડીને હસવા લાગે છે, એવામાં હાલના સમયમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ પોતે સૂત્તરફેણી વેહચી રહ્યો છે અને બદલામાં પૈસા નહી પણ કાળા વાળ લઈ રહ્યો છે, હવે આવું કરવા પાછળનું શું કારણ છે તે તમને જણાવીએ.
સુત્તરફેણી તો સૌ કોઈ ખાધી જ હશે, તમને જણાવી દઈએ કે દેશી ભાષામાં સૂત્તરફેણીને ‘દોશીના વાળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે જયારે બહારના દેશ કે રાજ્યોમાં તેને કોટન કેન્ડીનું નામ આપવામાં આવ્યું છે. આ વસ્તુ ફક્ત બાળકોને જ નહી પણ વડીલો યુવાનો સૌ કોઈને ખુબ પસંદ હોય છે, પણ આ વિડીયોમાં એવું જાણવા મળે છે કે આ શખ્સ સૌ કોઈ પાસેથી સુત્તરફેણીના બદલામાં બાળકો અને યુવાનોના કાળા વાળ લઈ રહ્યો છે.
વિડીયોમાં આ શખ્સ જણાવે છે કે તેને જેટલા કાળા વાળ આપશો તેટલા પ્રમાણમાં તે તમને આ સૂત્તરફેણી આપશે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ જ શકાય છે કે બાળકોએ આ કેન્ડી લેવા માટે કેટલી લાંબી કતારમાં ઉભેલા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડીયા પર લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે. લોકો આ કાર્યને બઢાવો પણ આપી રહ્યા છે કારણ કે નાના બાળકો પાસે પૈસા હોતા નથી આથી તેઓ વાળ આપીને આ વસ્તુ ખરીદી શકે છે. આ શખ્સ વાળ શું કામ લે છે તેની પણ પૂરી જાણકારી તેણે આપી છે, તેનું કેહવું છે કે આ મળેલ વાળ તે દુકાનદારને છે, પ્રતિકિલોના ભાવે તેને ૩૦૦૦ રૂપિયા મળે છે.
આ વિડીયો યુટ્યુબ પર FOODY VISHAL નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, તમને જણાવી દઈએ કે આ વિડીયો પર ૬૦ હજારથી વધુ વ્યુવ્સ આવી ચુક્યા છે અને આ વિડીયો જોઇને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝર લખે છે કે ‘બસ હવે આ જોવાનું જ બાકી રહી ગયું હતું.’ જયારે બીજો યુઝર લખે છે કે ‘દુનિયામાં કેવી કેવી વસ્તુઓ વેહચાય છે જુઓ તો ખરા.’