વાળ કપાવતી વખતે આ નાનો એવો ટેણીયો એવી રીતે હસવા લાગ્યો કે જોઇને તમારો દિવસ બની જશે…જુઓ આ વિડીયો
આમ તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો સામે આવતા હોય છે જેને જોયા પછી ક્યારેક આપણા મોઢા પર સ્મિત આવી જતું હોય છે તો અમુક વખત આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ. એવામાં હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં બાળકની ક્યુટ હરકત જોઇને સૌ કોઈના મોઢા પર સ્મિત જ આવી ગયું હતું.
નાના બાળકો સાથે જોડાયેલ અનેક એવા ક્યુટ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જે વધારે પડતા લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે જ્યારે નાના બાળકોને વાળ કટ કરાવા માટે જતા હોય છે તો રોવા લાગતા હોય છે પણ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એવું થતું નથી, આ ટેણીયાએ વાળ કપાવતાની સાથે જ હસવા લાગ્યું હતું.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક માતા પોતાના બાળકને વાળ કપાવા માટે આવે છે, એવામાં જ્યારે વાળ કાપનાર વ્યક્તિ જેવો બાળકના માથામાં મશીન ફેરવે છે તેવું તરત જ આ બાળક ખીલખીલાટ હસવા લાગે છે, આ જોઇને માતા પણ હસવા લાગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા યુઝરોને પણ એટલો બધો પસંદ આવી રહ્યો છે કે વિડીયો વાયરલ થઈ ચુક્યો છે.
જણાવી દઈએ કે બાળકનો આ અદભુત વિડીયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. યુટ્યુબ પર GoViral નામની ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લાખો લોકોએ જોઈ લીધો છે અને હજાર જેટલી લાઈક પણ આવી ચુકી છે. અમુક યુઝરોએ આ વિડીયો જોઇને બોલ્યા કે ‘આ વિડીયો જોઇને તો મારો દિવસ બની ગયો’ જયારે બીજા એક યુઝરે જણાવ્યું કે ‘કેટલો ક્યુટ બાળક છે.’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.