‘બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો’, બે કુતરા ખાવા માટે લડી રહ્યા હતા એક બીજા સાથે ત્યાં….જુઓ આ ફની વિડીયો

સોશિયલ મીડિયા વર્તમાન સમયમાં એવું મનરંજનનું માધ્યમ બની ગયું છે કે જેમાં રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે, એવો જ એક કૂતરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે એ કહેવતતો સાંભળી જ હશે કે ‘બેની લડાઈમાં ત્રીજો લાભ લઈ ગયો’ તો એવું જ કઈક આ વિડીયોમાં પણ થાય છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.

આપણે જાણીએ જ છીએ કે કુતરાને સૌથી સમજદાર પશુ માનવામાં આવે છે, અને તે માણસોની બોલી પણ ખુબ આસાનીથઈ સમજી શકે છે આથી જ માનવીઓ મુખ્ય પાલતું પશુ તરીકે કુતરાને રાખે છે, એટલું જ નહી મનુષ્યો સાથે કુતરાનો સબંધ પણ ખુબ સારો રહે છે. હાલ આ વિડીયોમાં જ કૂતરાની સમજદારી દેખાય આવે છે, જેમાં બે કુતરા ખોરાક માટે થઈને લડતા હોય છે અને તેમાં ત્રીજું કુતરું આવીને તેનો લાભ ઉઠાવે છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે એક કુતરું શાંતિથી ખોરાક ખાતું હોય છે ત્યાં અચાનક જ બીજું કુતરું તેની સામે આવી જાય છે અને બંને ખોરાક માટે થઈ ને લડવા લાગે છે આ જોઇની ત્રીજો કુતરો બહાર આવે છે અને બે કુતરા લડતા હોય છે ત્યારે ત્રીજો કુતરો ખુબ આરામથઈ ખોરાક ખાય છે અને પછી ચાલ્યો જાય છે. પછી જ્યારે આ બે કુતરા લડતા લડતા શાંત થાય છે ત્યાંતો ઓલો કુતરો બધો ખોરાક સફાચટ કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Engr Charles (@engrmekxy)

આ બાદ બેય કુતરાને ભાન પડે છે કે સમજદારી બતાવીને બંનેએ સાથે ખોરાક ખાધો હોત તો ભૂખ્યા રેહવાનો વારો ન આવેત. આ વિડીયો instagram પર engrmekxy નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને યુઝરો આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પોતાના મંતવ્યો પણ જણાવી રહ્યા છે. એક યુઝર લખે છે કે ‘દરેક કામ શાંતિ અને સમજી વિચારીને કરવું જોઈએ’ જયારે બીજો યુઝર લખે છે કે ‘લડાઈ ઝગડામાં કઈ રાખ્યું નથી.’

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *